અનોખા લગ્ન:દેવગઢબારિયાના સાલિયા ગામે યુવકે બે પ્રેમિકા સાથે એક જ ચોરીમાં બંધારણના શપથ લીધા

દેવગઢ બારિયાએક મહિનો પહેલાલેખક: નીલ સોની
  • કૉપી લિંક

કોઇ પોતાની જાત સાથે લગ્ન કરવા જઇ રહ્યું છે તો કોઇ યુગલ સાત ફેરાના સ્થાને બંધારણના શપથ લઇને લગ્ન કરે છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાલિયા ગામે રવિવારના રોજ યુવકે પોતાની બે પ્રેમિકા સાથે એક જ ચોરીમાં એક જ સમયે લગ્નગ્રંથિથી જોડાઇને તેમને પોતાની વિધિવત પત્ની બનાવી હતી.

તારાબેન સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થઇ ગયો હતો
પ્રથમ પ્રેમ થયો હતો તેની સાથે પહેલાં અને બીજી વખત આંખ મળી હતી તેની સાથે પછી ફુલહાર કર્યા હતાં. પરેશભાઇને આશાબેન સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. જેથી તેઓ આશાબેનને પત્ની તરીકે રાખવા ઘરે લઇ આવ્યા હતાં. સુખી સંસારના પરિપાક રૂપે આશાબેને એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તારાબેન સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થઇ ગયો હતો. તેમને પણ પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા બાદ તારાબેને એક દીકરીને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...