તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાલીયામાં કારની સીટ નીચે અને ડિકીમાંથી દારૂ ઝડપાયો

દેવગઢ બારીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રૂ. 57,680ના દારૂ સાથે જામનગરના ડ્રાઈવરની ધરપકડ
  • મોબાઇલ અને કાર મળી 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત

દેવગઢ બારિયા તાલુકાની પીપલોદ પોલીસે સાલિયા ગામે હાઈવે ઉપરથી કારની સીટ નીચે અને ડિકીમાં ચોરખાનું બનાવી લઈ જવાતા 57,680 રૂપિયાનો વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. જથ્થો, એક મોબાઇલ અને કાર મળી કુલ 6.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગોધરા રેન્જના આઇજી એમ.એસ.ભરાડાની સુચનામાં દાહોદ એસ.પી. હિતેશ જોયસરે અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવી નેસ્તનાબૂદ કરવા તેમજ લિસ્ટેડ બૂટલેગરો અને દારૂ જુગારની પ્રવૃત્તિ સાથે આગળ સંડોવાયેલા વ્યક્તિઓ તેમજ દારૂની હેરાફેરી કરતા વ્યક્તિઓના આશ્રય સ્થાનો ઉપર અસરકારક કામગીરી કરવા માટે લીમખેડા વિભાગના ડીવાયએસપીએ સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જેના આધારે થોડા દિવસ પહેલા નવા શરૂ થયેલા પીપલોદ પોલીસ મથકના પીએસઆઈ જે.એન.પટેલે દારૂની બાતમી મેળવવા તજવીજ હાથ ધરી હતી.

ત્યારે દાહોદ તરફથી હુન્ડાઈ કારનો ચાલક સાલિયા ગામે હાઇવે ઉપર ગાડીમાં વિદેશી દારૂ ભરી ઉભી રાખી છે અને ગોધરા તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઇ તથા સ્ટાફ વાળી જગ્યાએ તપાસ કરવા જતા બાતમી વાળી કાર ઊભી હતી. ગાડીમાં બેઠેલા ચાલકની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ નહીં આપતા તેને નીચે ઉતારી ગાડીના તલસી લેતા પાછળના ભાગે સીટ નીચે તથા પાછળની ડિકીમાં બનાવેલા ચોર ખાતામાં ભરી લઇ જવાતો વિદેશી દારૂની કાચની કથા પ્લાસ્ટિકની કુલ 59 બોટલો જેની કિંમત રૂા. 57,680નો જથ્થો મળી આવ્યો હતો. દારૂ એક મોબાઇલ તથા 6 લાખની ગાડી મળી 6.58 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે જામનગરના જામજોધપુરના ઈનુસ સુલેમાન ગામેતી (રાવકેરા)ની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...