કાર્યવાહી:ચારી ગામમાં ઇકો ગાડીમાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા

દેવગઢ બારિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાડીમાંથી 288 નંગ બોટલો મળી આવી
  • ​​​​​​​ધાનપુરના 2 લીમખેડા અને પંચમહાલના એક- એક મળી કુલ 4 લોકો લામે ગુનો

ધાનપુર તાલુકાના ચારી ગામેથી ઇકો ગાડીમાં દારૂની હેરાફેરી કરતાં રૂા. 31,680ના જથ્થા સાથે બે ખેપિયા ઝડપાયા હતા. જથ્થો તથા બે લાખની ગાડી અને બે મોબાઇલ મળી કુલ રૂા. 2,39,680નો મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર તાલુકાના બે અને લીમખેડા, પંચમહાલના એક એક મળી કુલ 4 લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડાએ દારૂ તથા જુગારની બદીને સંદતર નાબૂદ કરવા આંતરીયાળ રસ્તાઓ ઉપર વોચ પેટ્રોલીંગ રાખી પ્રોહીની બદી નાબુદ કરવા સુચના કરવામાં આવી હતી. જે અનુસંધાને દાહોદ એસ.પી. હીતેશ જોયસરે દારૂના લીસ્ટેડ બુટલેગરો તેમજ દારૂની ગે.કા.રીતેની પ્રવૃતી સાથે સંકળાયેલ લોકો ઉપર જરૂરી વોચ તપાસ રાખી દારૂ તેમજ જુગારના કેશો શોધી કાઢવા સુચના કરી હતી.

જે સુચના અનુસંધાને લીમખેડા ડીવાયએસપી આર.બી.દેવધા અને દેવગઢ બારિયા સીપીઆઇ બી.બી.બેગડીયાએ પણ જરૂરી સુચના આપી હતી. જે આધારે ધાનપુર પી.એસ.આઇ. બી.એમ.પટેલ તથા સે.પી.એસ.આઇ. એ.ડી.સોલંકી તથા સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમા પ્રોહી વોય તથા તકેદારી પેટ્રોલીંગમા હતા.

તે દરમિયાન દારૂની મળેલી બાતમી આધારે ચારી ગામે વોચ ગોઠવી GJ-18-BC-9214મા હેરાફેરી કરાતા ભારતીય બનાવટના વીદેશી દારૂના ટીન બીયરની પેટી નંગ- 8મા ભરેલ ટીન બીયર નંગ- 192ની જેની કિં. રૂા.19,200 પ્લાસ્ટિકના કવાર્ટર નંગ-96 કિ.રૂા.12,480 મળી કુલ બોટલ નંગ- 288 જેની કિંમત રૂા.31,680 તથા બે લાખની ઇકો ગાડી અને 8,000 રૂા. બે મોબાઇલ મળી કુલ 2,39,680 રૂપિયાના મુદ્દામાલ સાથે લીમખેડા તાલુકાના જેતપુરના દિનેશભાઇ પરમાભાઇ ભરવાડ તથા પંચમહાલના શહેરાના રંગીતભાઇ શનાભાઇ પટેલને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા બે તથા જથ્થો ભરી આપનાર ધાનપુર તાલુકાના પાનમ ગામના પેનુભાઇ જુવાનસીંગ ડામોર તથા ભાણપુરના સુરેશભાઇ રામસીંગભાઇ પરમાર સહિત ચાર સામે ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...