તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દેવગઢ બારિયામાં મહિલાઓએ શીતળા સાતમની પૂજામાં કોરોનાને નાથવા માટેની પ્રાર્થના કરી

દેવગઢ બારિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવગઢ બારિયામાં કોરોના કાળ  વચ્ચે  શીતળા સાતમના પર્વની ઉજવણી કરાઈ હતી. - Divya Bhaskar
દેવગઢ બારિયામાં કોરોના કાળ વચ્ચે શીતળા સાતમના પર્વની ઉજવણી કરાઈ હતી.
  • શીતળા માતાની પૂજા કરીને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી

આજે શીતળા સાતમનું પાવન પર્વ હોવાથી લોકોએ કોરોનાના ગાઈડ લાઈન પ્રમાણે ઘરની અંદર અને બહાર ઉજવણી કરતાં મુનાસિબ માન્યું છે. મહિલાઓ દ્વારા રસોઈ ઘરમાં વર્ષ દરમિયાન જે ચુલા કે સગડી કે ગેસ પર રસોઈ કરતાં હોય તેના પર રસોઈ ન કરીને અગાઉ બનાવેલી ઠંડી રસોઈ ખાધી હતી. મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી સવારમાં કુલર કરીને માતાજીનો પ્રસાદ સૌને વહેંચ્યો હતો.

આજે ઘણી જગ્યાએ મહિલાઓેએ પૂજા બાદ શીતળા માતાની વાર્તા સાંભળી હતી.દેશમાં શીતળાનો રોગ બાળકોમાં સામાન્ય બની ગયો હતો. ત્યારે મહિલાઓ દ્વારા શીતળાનો રોગ ન થાય તે માટે શીતળા માતાની પૂજા કરવામાં આવતી હતી. જો કે, હાલના સમયમાં કોરોનાનું સંક્રમણ દેશ દુનિયામાં વધતા મહિલાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે આ રોગમાંથી ઝડપથી છૂટકારો મળે અને કોરોનામાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...