તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેવગઢ બારિયામાં આવેલ જિલ્લા રમત ગમત કેન્દ્ર ચાલુ માસથી પુનઃ શરૂ થતાં તમામ ખેલ ગતિવિધિ જોવા મળી રહી છે. લોકડાઉનના સમયગાળાથી સ્પોર્ટ્સ સંકુલ એકદમ બંધ હતું. પરંતુ તાજેતરમાં સરકારની નવી કોરોના ગાઈડલાઇન પ્રમાણે રમત ગમત કેન્દ્રને પુનઃ શરૂ કરવાની મંજૂરી મળતા ખેલરસિકોમાં ખુશહાલી ફેલાઈ છે. રમતવીરોની મેદાન વાપસી થતાં સ્પોર્ટ્સ સંકુલમાં રમતનો કલરવ પાંગર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારિયા સ્થિત જયદીપસિંહજી સ્પોર્ટ્સ સંકુલ રમતવીરો માટેનું મક્કા છે. અહી નગર સહિત તાલુકાના રમતવીરો પ્રશિક્ષણ માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે ગ્રામીણ ઓલમ્પિક્સનું પણ આયોજન કરાયું ન હતું. છેલ્લા એક વર્ષથી મેદાનમાં સૂનકાર ભાસતો હતો.
જો કે ચાલુ માસથી કોરોના ગાઈડલાઇન મુજબ જિલ્લા રમતગમત કેન્દ્ર શરૂ થતાંની સાથે જ રમતવીરો મેદાને પડ્યા છે. અહી વિવિધ રમતોની પ્રેક્ટિસ અને માર્ગદર્શન માટે ખેલાડીઓની આવનજાવન જોવા મળી રહી છે. નગરના કસરતપ્રેમી લોકો પણ સ્પોર્ટ્સ સંકુલમાં દેખાવા લાગ્યા છે. આ રીતે જિલ્લા રમતગમત કેન્દ્રમાં રમતવીરોની ચહલપહલ વધી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.