દુર્ઘટના:પીપલોદ ખાતે ડમ્પરની ટક્કરે હિન્દોલીયાના બાઇક ચાલકનું મોત

દેવગઢ બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માથામાં તથા મોઢાના ભાગે ઇજાઓ થતાં મોત નિપજ્યું

પીપલોદમાં ડમ્પર ટ્રકની ટક્કરે હિન્દોલીયા ગામના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત કરી ટ્રક લઇને નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ પીપલોદ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. હિન્દોલીયાના મથુરબાઇ સબુરભાઇ પટેલ શનિવારે બાઇક લઇને પીપલોદ જવા માટે નિકળ્યા હતા.

તે દરમિયાન પીપલોદ સરકારી દવાખાના પાસે ડમ્પર ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મથુરભાઇ પટેલની મોટર સાયકલને અથડાવી અકસ્માત કરી ટ્રક લઇને નાસી ગયો હતો. જેમાં બાઇક ચાકલ મથુરભાઇને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મૃતદેહનો પીપલોદ સરકારી દવાખઆને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ ખુમાભાઇ સબુરભાઇ પટેલે અજાણ્યા ડમ્પર ચાલક વિરૂદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...