તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:પત્ની નહીં બનાવતાં ભાઇઓ સાથે મળી પ્રેમિકા દ્વારા પ્રેમીની ઘાતકી હત્યા, યુવતી સાથે 10 વર્ષથી પ્રેમસંબંધ હતો

દેવગઢ બારિયા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 દિવસ પહેલાં જ મૃતકની પત્નીને ધમકી આપવામાં આવી હતી

દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામે લાંબા સમયના પ્રેમ સબંધ બાદ મહિલાની પત્ની તરીકે જવાની ઇચ્છા પૂર્ણ નહીં થતાં તેણે પોતાના ભાઇઓ સાથે મળીને યુવકની ઘાતકી હત્યા કરી નાખી હતી. પત્ની તરીકે નહીં રાખે તો હત્યા કરી દેવાની ધમકી મૃતકની પત્નીને ત્રણ દિવસ પહેલાં જ આપવામાં આવી હતી. ઘટના અંગે મૃતકની પત્નીની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે હત્યા સબંધિ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સાગારામા ગામના કકરોડ ફળિયામાં રહેતાં કાન્તીભાઇ વણકરના વિરોલ ગામમાં રહેતી લંગડી ઉર્ફે મંજુલા સાથે છેલ્લા દસ વર્ષથી પ્રેમ સબંધ હતાં. મંજુલા તેનાભાઇઓ રાજુ પટેલ અને અરવિંદ પટેલ સાથે ત્રણ દિવસ પહેલાં કાન્તીભાઇના ઘરે ગઇ હતી. ત્યાં કાન્તીભાઇની પત્ની જશીબેનને, રાતા પતિને સમજાવી દે મારી જોડે દસ વર્ષથી પ્રેમ સબંધ રાખે છે, તો મને રાખી લે નહીં તો તેને હું મરાવી નાખીશ. તેના ભાઇઓએ પણ ધમકી આપી હતી.

17મી તારીખે કાન્તીભાઇ સાગારામા ખોડી ખાખર પાસે રોડ નજીક પગદંડી રસ્તે ગલ્લાની નજીક મૃત અવસ્થામાં મળ્યા હતાં. કાન્તીભાઇને તિક્ષ્ણ અને બોથડ પદાર્થ વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયા હોવાનું જોવા મળ્યુ હતું. તેમનું લોહી ઉડીને ગલ્લા ઉપર ચોંટેલું જોવા મળ્યુ હતું. આ ઘટના અંગે જશીબેને મંજુલા અને તેના ભાઇઓ રાજુ તેમજ અરવીંદ સામે શંકાના આધારે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો