તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં ગેસ પાઇપલાઇનની મંજૂરી મળી

દેવગઢ બારિયા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે, ઘરે-ઘરે પાઇપલાઇન નાખવામાં આવશે

દેવગઢ બારીયા નગરપાલિકા વિસ્તારમાં ગેસ પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી પત્ર મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તથા તેમની ટીમને ટાવર પર આપવામાં આવ્યો હતો અને નગરપાલિકાએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

દેવગઢ બારીયા નગરપાલિકા નગરને સ્માર્ટ બનાવવાના સતત પ્રયત્નશીલ પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની ગેસ લાઇન માટે મંત્રી બચુભાઈ ખાબડ તથા સરકારમાં જાણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા પ્રયત્નો કરી માત્ર સાત દિવસમાં જ ગેસ પાઇપલાઇન નાખવાની મંજૂરી મળતાં સમગ્ર નગરમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ પાઈપલાઈન નાખવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે અને એક વર્ષમાં સમગ્ર નગરના ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચી જશે જેનાથી રાંધણગેસના બાટલા લાવાની ઝંઝટમાંથી છૂટકારો અને આર્થિક ફાયદો થશે.

આ ગેસની મંજૂરીનો પત્ર ટાવર પાસે મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની તથા ટીમને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યા, સજનબા ગોહિલ, અંબાબેન મોહનીયા, પ્રતિક્ષાબેન બારીયા, મહેશભાઇ બલવાણી, રાજુભાઈ નાયક, સત્તારભાઈ માસ્ટર, શેહેર પ્રમુખ નીમેશભાઈ જોષી, શહેર મહામંત્રી જાડેજા તથા વિવિધ કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો