દુર્ઘટના:પીપલોદ-રણધીકપુર પાસે ઇકોના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત

પીપલોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજી અને ફ્રૂટની લારીવાળાનો આબાદ બચાવ

પીપલોદ ગામના રણધીકપુર રોડ પર ઈકોના ચાલકે કાબુ ગુમાવતા એક લોડિંગ છગડાને ટક્કર મારી શાકભાજી અને ફ્રૂટની લારીની દુકાનને અડફેટમાં લઇ અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં શાકભાજી અને ફ્રુટની લારીવાળાઓનો આબાદ બચાવ થયો હતો. સાલીયાના સંજયભાઈ પટેલ ફળફળાદી અને શાકભાજીની દુકાન સજાવી રહ્યા હતા.

તે દરમિયાન એક ઇકો ગાડી છકડાને ધડાકા ભેર ટક્કર મારીને પોતાની દુકાન તરફ ધસી આવતા જોઈ ફ્રૂટની દુકાન છોડી ભાગી છૂટેલા સંજયભાઇએ પોતાનો જીવ બચાવી લીધો હતો પરંતુ દુકાનના કેરેટમાં રાખેલ માલસામાન રોડ પર વેરવિખેર થઇ ગયો હતો અને હાથલારી સહિત માલ સામાનનું કચ્ચર ઘાણ નીકળી ગયું હતું. અકસ્માતે સંજયભાઈને પગે, હાથે અને કમરના ભાગે થોડી ઘણી ઈજાઓ પહોંચી હતી. તેમજ તેમના નજીક ઉભેલા એક ભાઈને પણ થોડી ઘણી ઈજાઓ થઇ હતી બન્નેએ પ્રાથમિક સારવાર પ્રાઇવેટ દવાખાને લઈ વધુ સારવાર માટે ગોધરા મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...