પ્રેરણા:દાહોદ DDOએ દીકરાને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

દેવગઢ બારિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગણવાડીમાં અભ્યાસ કરતો ડીડીઓનો પૂત્ર. - Divya Bhaskar
આગણવાડીમાં અભ્યાસ કરતો ડીડીઓનો પૂત્ર.
  • આદિવાસી વિસ્તારોમાં અન્યને પ્રેરણા આપવાનો હેતુ
  • સામાન્ય બાળકો સાથે ભણે છે ક્લાસ વન અધિકારીનો દીકરો

દાહોદ જિલ્લામાં પોતાની સંવેદના અને પ્રજાભિમુખ વહીવટથી જિલ્લાના વિકાસને નવી ગતિ અને દિશા આપવા માટે તત્પર જણાતા જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પોતાના દીકરાને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવીને સરકારી બાબુઓમાં નવો ચીલો ચીતર્યો છે. દાહોદને અડીને આવેલ છાપરી ગામની આંગણવાડીમાં પ્રવેશ અપાવતી વેળા તેઓ એક અધિકારી તરીકે નહીં પણ સામાન્ય વાલી તરીકે ગયા હતા. તેમની એ જ લાગણી એમને એક અલગ જ દરજાના અધિકારી તારવે છે.

આમ તો સનદી અધિકારીઓના ઘણા પ્રજાભિમુખ વહિવટ અને નિર્ણયોની ચર્ચાઓ લોકો વચ્ચે થતી રહે છે પણ ક્લાસ વન અધિકારી પોતાના બાળકને સરકારી આંગણવાડી કે શાળામાં ભણવા માટે મુકે તે બહુ ઓછુ જોવા મળે છે. દાહોદ જિલ્લાના સદનસીબે ઘણાખરા મૂઠી ઉચેરા અધિકારીઓ સાંપડ્યા છે. એમાં ડીડીઓ નેહાકુમારીનું નામ પણ ઉમેરાયું છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા પ્રત્યેની તેમની લાગણી જગજાહેર છે પણ તેની સાથે આદિવાસી લોકો પ્રત્યેનું પોતાનાપણું અને લગાવ પણ જાણીતો છે. જિલ્લાના વિકાસકામોને તેમણે નવી રાહ અને દિશા આપી છે. તે સાથે તેમણે દીકરાને છાપરી ની આંગણવાડીમાં પ્રવેશ અપાવીને કર્મભૂમિનું જાણે ઋણ અદા કરવાની નેમ લીધી હોય તેમ જણાય છે. એક ક્લાસ-વન અધિકારી જો પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં ભણાવે તો એના શિક્ષણનું સ્ટાન્ડર્ડ ચોક્કસ વધે છે. સરકારી સંસ્થાઓ પરનો તેમનો વિશ્વાસ દર્શાવે છે.

અન્યોને પ્રેરણા મળે તે હેતુ છે
શિક્ષણ દાહોદ જિલ્લાની પાયાની જરૂરિયાત છે. અહીંના મહેનતકશ આદિવાસી પરિવારોમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃકતા આવે એ જ માત્ર આશય છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાયાના શિક્ષણ માટે આંગણવાડીનો સમાવેશ થયેલ છે. મારા દીકરાને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાના કાર્ય થકી અન્યોને પ્રેરણા મળે તે હેતુ છે. - નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ

અન્ય સમાચારો પણ છે...