તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદાજપત્ર:દેવગઢબારિયા પાલિકાનું રૂા.33.25 લાખની પુરાંતવાળું અંદાજપત્ર મંજૂર

દેવગઢ બારિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવનિયુક્ત પ્રમુખના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી
  • કોરોના નિયંત્રણ માટે એક્શન પ્લાન ઘડાયો

દેવગઢબારિયા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ ડો.ચાર્મી સોનીના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 માટે રૂપિયા 33,25,000નું પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આગામી નાણાંકીય વર્ષના બજેટમાં વિવિધલક્ષી અને વિકાસલક્ષી પ્રવૃતિઓ અને કામગીરીઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટેનો એક્શન પ્લાન પણ ઘડાયો હતો. દેવગઢબારિયા પાલિકાના સભાખંડમાં બજેટલક્ષી પ્રથમ સામાન્ય સભા બોલાવાઇ હતી.

જેમાં પ્રમુખ ડો.ચાર્મી સોનીએ 2021-22 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ 2021-22 માટેના અંદાજપત્રમાં રૂા. 19,47,42,500ની અંદાજિત આવક સામે અંદાજિત ખર્ચ રૂપિયા 19,14,17,500ની જોગવાઈ કરાઇ હતી. આ રીતે 33,25,000ની ચોખ્ખી આવક દર્શાવતું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર કરાયું હતું. આ બજેટમાં નગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોના રસ્તાઓ, ગટર, સહિતના વિવિધ વિકાસકામો માટે ખર્ચની ફાળવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો