રજૂઆત:દેવગઢ બારિયાના પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો બાબતે આવેદન અપાયું

દેવગઢ બારિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા શૈક્ષિક મહાસંઘે શિક્ષણાધિકારીને આવેદન આપ્યું

દેવગઢ બારિયાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીનો વહીવટ સાવ ખાડે ગયો છે. પ્રાથમિક શિક્ષકોના વહીવટી પ્રશ્નોની ભરમાર જામી છે. તેને ધ્યાને લઈને તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણાધિકારીને આવેદન પાઠવીને તાકીદે પ્રશ્નો હલ કરવા માટે લેખિત રજૂઆત કરી હોવાની વિગતો સાંપડી છે.

છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક શિક્ષકોમાં કચેરીના પ્રશ્નો બાબતે ભારોભાર અસંતોષની લાગણી જોવા મળી રહી છે. તેમના મહત્વના કામો વહીવટી આટીઘૂંટીમાં ફસાયેલા હોવાનો ગણગણાટ પણ વ્યાપક બન્યો છે ત્યારે પ્રાથમિક શિક્ષકોના સંગઠન શૈક્ષિક મહાસંઘ દ્વારા એચટાટ ઉચ્ચતર પગારધોરણ માટે સેવાપોથી મોકલવા, જૂન માસથી બાકી સીપીએફના નાણાં જમા કરાવવા, શિક્ષકોના આવાસની ફાળવણી કરવા, મંજુર થયેલ ઉચ્ચતર પગારધોરણના હુકમ ફાળવવા તેમજ રિવાઈજ કેસોની સેવાપોથી મોકલવા, વધ પડેલ શિક્ષકોનો એક માસનો પગાર કરવા, અવસાન પામેલ શિક્ષકોને લાભોની અગ્રિમતા આપવા તેમજ ચૂંટણી કામગીરીમાં શિક્ષકોની રોટેશન પદ્ધતિ રાખવા બાબતે અધ્યક્ષ કિશનસિંહ કોળી અને મંત્રી સવજીભાઈ રાઠવાની સંયુક્ત સહીથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એલ.ભરવાડને લેખિત આવેદનપત્ર પાઠવીને વહીવટી પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...