ચાર વિરુદ્ધ ગુનો:દેવગઢ બારિયા તાલુકાના પંચેલાથી  ઘરમાં સંતાડીરાખેલો રૂ.1,62 લાખનો દારૂ ઝડપ્યો

દેવગઢ બારિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીપલોદ પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામના ગુણા ફળિયામાંથી ઘરના માળીયામાં સંતાડી રાખેલો 1,62,109 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયરની 1307 બોટલો ઝડપી પાડી હતી. પીપલોદ પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ એસપી બલરામ મીણાએ દારૂની હેરાફેરી કરતા ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા માટે સુચના કરી હતી.

જે અનુસંધાને પીપલોસ પોસઇ જી.બી. પરમાર તથા સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન પોસઇ જી.બી.પરમારને પંચેલા ગામે ગુણીયા ફળિયામાં રહેતા ભારતસીંહ ઉર્ફ ઓલીયો ભયલા પટેલ તથા રાજુ પર્વત પટેલે મેળાપણી પણામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી સરદાર પર્વત પટેલ તથા રાકેશ બુધા પટેલના ઘરના માળીયા ઉપર સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોસઇ તથા સ્ટાફના માણસોએ બાતીવાળા ઘરોએ છાપો મારી 1,62,109 રૂપિયાનો ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયરની કુલ 1307 બોટલો ઝડપી પાડી હતી. જથ્થો જપ્ત કરી હાજર નહી મળી આવેલા ચારેય વિરૂદ્ધ પીપલોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...