ધરપકડ:બારિયામાં દુકાનમાંથી મોબાઇલ ચોરનાર વડોદરાનો યુવક ઝડપાયો, 22 માર્ચે ચોરી કરી હતી

દેવગઢ બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોબાઇલમાં સીમ એક્ટિવ થતાં વડોદરાથી ઝડપ્યો

દેવગઢ બારિયામાંથી મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ ચોરી કરનાર વડોદરાના યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી દેવગઢ બારિયા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. દેવગઢ બારિયામાં આવેલી પુંજારા ટેલીકોમ નામની મોબાઇલ દુકાનમાં 22 માર્ચના રોજ મોઢા ઉપર માસ્ક પહેરેલા એક અજાણ્યા વ્યક્તિએ દુકાનનમાં વધારે ગ્રાહકો હોવાનો લાભ ઉઠાવી સેલ્સમેન તથા અન્ય માણસો નજર ચુકવી દુકાનના સ્ટેન્ડ ઉપર અલગ અલગ મોડલના મુકેલા ફોન પૈકી ઓપો કંપનીનો 40,000 રૂપિયાનો ફોન પોતાની બેગમાં મુકી ચોરી કરી ભાગી ગયો હતો. જે બાબતે દુકાનના મેનેજર અતીકઉરહેમાન અતાઉર રહેમાન પઠાણે તા.12મી એપ્રિલના દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેમાં પી.એસ.આઇ. એન.જે.પંચાલે મોબાઇલ ચોરીનો ગુન્હાને ડીટેકટ કરવાનો નિર્ધાર કરી અને એ.એસ.પી કોરૂકુંડા સિધ્ધાર્થે ચોરીમા ગયેલ મોબાઇલ નંબરની IMEI નંબર ઉપર ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી તેમા જે સીમ એકટીવ થયેલ હોઇ તેની માહિતિ કાઢી ચોરીમા ગયેલ મોબાઇલ વડોદરા હોવાનું જણાતા દેવ.બારીયા પોલીસ મથકના મુકેશકુમાર ઉદેસિંહ, રણજીતસિંહ ફતેસિંહ, રાકેશભાઇ થાવરાભાઇને વડોદરા મોકલી ચોરીમા ગયેલ મોબાઇલ સાથે આરોપી મુળ રાજસ્થાનના ભરતપુરના અને હાલ વડોદરાની આનંદ સાગર સોસાયટીમાં રહેતા અજયસિંહ મહાવીરસિંહ કુંડલને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેના તરસાલીમાં રહેતો કુલદીપસિંહ સુરજીતસિંહ રાઠોડ મળી આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...