અકસ્માત:બારિયા નજીક દિલ્હી મુંબઇ હાઇવે પર ઉંઘી રહેલા મજૂરના પગ પર ડમ્પર ફરી વળતાં મોત

દેવગઢ બારિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દિલ્લી-મુંબઇ નેશનલ હાઇવે રોડની ચાલતી કામગીરીમાં ગુણા ગામની સાઇડ ઉપર મધ્યપ્રદેશના ગોવર્ધનપુરાના બારતરામ રાલાલ નાયકનો ભત્રીજો કૃષ્ણપાલ રાજારામ નાયક પણ શનિવારના રોજ વહેલી સવારમાં સાડા ચાર વાગ્યાના અરસામાં ડમ્પીંગ માટે માટી ખાલી કરાવી સાઇડ પર સુઇ ગયો હતો.

દરમિયાન સાઇડ ઉપર ચાલતાં જીજે-18-એટી-9412 નંબરની ડમ્બરના ચાલકે તેના તાબાનું ડમ્પર બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી સાઇડ ઉપર ઉઘી રહેલા કૃષ્ણપાલ ઉપર ડમ્પરના આગળનું વ્હીલ તેના બન્ને પગ ઉપર ચડાવી દેતા ઇજાઓ થઇ હતી. જેથી કૃષ્ણપાલને વડોદરા ખાનગી હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પીપલોદ પોલીસે પહોંચી લાશનું વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં પી.એમ. કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.

જ્યારે ઝાલોદ તાલુકાના બીયામાળી ગામનો અજયભાઇ ઉર્ફે દીપક કનુભાઇ ડામોર પોતાની જીજે-06-ડીએફ-2773 નંબરની મોટર સાયકલ લઇને શનિવારના રોજ રાત્રે 10.30 વાગ્યાના અરસામાં દેવગઢ બારિયાના ભડભા ગામે હાઇવે રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન જીજે-17-ક્યુ-311 નંબરની મોટર સાયકલના ચાલકે પોતાના તાબાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજયની બાઇકને સામેથી ટક્કર મારી એક્સિડન્ટ કરતાં અજયને તથા અકસ્માત કરનાર ચાલક તથા તેની પાછળ બેઠેલ વ્યક્તિને ઇજા થઇ હતી. જેમાં ગંભીર ઇજાઓ થતાં અજયભાઇ ઉર્ફે દીપક કનુભાઇ ડામોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના કાકા દીનેશભાઇ મગનભાઇ ડામોરે અજાણ્યા મોટર સાયકલ ચાકલ વિરૂદ્ધ ફરિયાદ નો઼ધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...