આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ જી-20 અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા સંચાલિત સ્વ જયદીપસિંહજી જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પર જીલ્લા રમત વિકાસ અધિકારી (ડીએસડીઓ) ની કચેરી દેવગઢ બારિયા દ્વારા સ્પોર્ટસ કોમપ્લેક્ષ ખાતે સીનીયર સીટીઝન મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
જેમાં એથ્લેટિક્સ, યોગાસન, ચેસ અને રસ્સા ખેંચ રમતની સ્પર્ધા રમાઈ હતી. જેમાં 60 વર્ષથી ઉપરના મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખાસ કરી પૂર્વ રાજ્યમંત્રી, રાજમાતા ઉર્વશીદેવી એ ભાગ લઇ મહિલાઓને ઉત્સાહ વધાર્યો હતો. જેમાં કુલ 123 મહિલા ખેલાડીઓએ ભાગ લીધેલ જેમાં મહિલા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.