અકસ્માત:કાળીડુંગરી ગામમાં ડમ્પર-ટ્રકની ટક્કરે કારમાં બેઠેલા મહિલા સહિત 4 ઇજાગ્રસ્ત

દેવગઢ બારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના પરિવારને સવારે અકસ્માત નડ્યો
  • અકસ્માત સર્જી ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકી ફરાર થતાં પોલીસમાં ગુનો નોંધાયો

દાહોદ જિલ્લાના કાળીડુંગરી ગામે ડમ્પર ટ્રકની ટક્કરે વેગેનાર સવારમાં સાબરકાંઠાના ઇડર ગામના મહિલા સહિત ચાર ઘાયલ થયા હતા. અકસ્માત કરી ટ્રક ઘટના સ્થળે મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના સમડી સર્કલ શુભમ કોમ્પલેક્ષમાં રહેતા અને મુળ‌ સાબરકાઠાના ઇડરના હિતેશકુમાર દિનેશચન્દ્ર રાવતના ભાઇ જીતેન્દ્રકુમાર દીનેશચન્દ્ર રાવલ તથા તેમના પત્ની ગીતાબેન, પુત્ર સોહમકુમાર અને અન્ય એક ભાઇ સમીરકુમાર વેગેનાર ગાડી લઇને ઇડરથી દેવગઢ બારિયા આવવા માટે નિકળ્યા હતા. ત્યારે કાળીડુંગરી ગામે આવતા દેવગઢ બારિયા તરફથી ડમ્પર ટ્રકના ડ્રાઇવરે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વેગેનાર સાથે અકસ્માત કરી વાહન ઘટના સ્થળે મુકી નાસી ગયો હતો.

અકસ્માતમાં સમીરકુમારના બન્ને પગોમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે જીતેન્દ્રકુમાર તથા તેમના પત્ની ગીતાબેન અને પુત્ર સોહમકુમારને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે હિતેશકુમાર દિનેશચન્દ્ર રાવલે ટ્રક ચાલક વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...