અકસ્માતે મોતનો ગુનો નોંધાયો:દેવગઢ બારીયા તાલુકાના વાડોદરામાં 23 વર્ષિય યુવાનનો ઝાડ પર ગળાફાંસો

દેવગઢ બારિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવગઢ બારીયા તાલુકાના વાડોદરા ગામે 23 વર્ષિય આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘર નજીક આવેલ આંબાના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માતે મોતના કાગળો કરી કાર્યવાહી કરી હતી.

વાડોદરા ગામના કિશોર ફળિયામાં રહેતા બળવંતભાઈ સોમાભાઈ કીશોરીનો 23 વર્ષિય પુત્ર વિજયભાઈએ અગમ્યકારણોસર તા.8 બુધવારના રોજ રાત્રીના દશ વાગ્યાથી સવારના સાત વાગ્યા દરમ્યાન પોતાના ઘર નજીક આવેલ આંબાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ બીજે દિવસે સવારે પરિવારને થતાં મૃતક ના પિતાએ પીપલોદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...