તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો 1.90 લાખના દાગીના તફડાવી છૂ

દેવગઢ બારિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગિફ્ટ આપવાનું કહી સોનાની બુટ્ટી અને ચેઇન પસંદ કરી હતી
 • વીંટીનું પાકિટ બદલી કાઉન્ટર પર મુકેલું પાકિટ લઇ ગયો

દેવગઢ બારિયામાં ટાવર શેરીમાં સોનીની દુકાને ગ્રાહક બનીને આવેલા ગઠીયાએ તેને ખરીદી કરેલી વિંટીનું પાકિટ બદલી બહેનને ગીફ્ટ આપવાનું કહી દાગીના બહાર કઢાવી કાઉન્ટર ઉપર મુકેલુ પાકિટ બદલી 1,90 લાખની કિંમતના દાગીનાની લૂંટ કરી ભાગી ગયો હતો. આ સંદર્ભે દુકાનદારે દેવગઢઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

દેવગઢ બારિયાના ટાવર શેરીમાં રહેતા અને સોની કામનો ધંધો કરતાં કિરીટકુમાર મનહરભાઇ સોનીની દુકાને બુધવારે બપોરના 12.30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો વ્યક્તિ ગ્રાહક બની આવ્યો હતો અને મેરે કો ચાંદી કી રીંગ દિખાઓ તેમ કહેતાં કિરીટભાઇએ બતાવેલી ચાંદીની વીંટીઓમાંથી એક 350 રૂપિયામાં ખરીદી હતી. ત્યાર બાદ ચાર જોડ સોનાની બુટી તથા ત્રણ સોનાની ચેઇન પસંદ કરી અલગ પાકીટમાં રખાવી કાઉન્ટર ઉપર મુકાવ્યું હતું અને મેરે કો મેરી બહેન કો ગીફ્ટ દેની હે, અલગ રખો મે ફીર દસ મિનીટમે મેરી બહન કો લેકે આતા હુ ઇસમે સે વો પસંદ કર લેગી તેવી વાત કરતાં ગ્રાહક બની આવેલા લૂંટારૂએ એડવાન્સ પેસૈ દુ તેમ કહેતા કિરીટભાઇએ ના કહેતા તેમની નજર ચૂકવી તેને ખરીદેલી વીંટીનું પાકીટ કાઉન્ટર ઉપર મુકી ચાર જોડ સોનાની બુટી તથા ત્રણ સોનાની ચેઇન આશરે વજન 52 થી 55 ગ્રામ જેની આશરે કિંમત 1,90,000 અલગ મુકાવેલ પાકીટ બદલીને લઇ જતો રહ્યો હતો. દસ મિનીટમાં આવવાનું કહી ગયેલો પરત નહી આવતાં કિરીટભાઇએ કાઉન્ટર ઉપર મુકેલ પાકિટ ડ્રોવરમાં મુકવા લેતાં ગઠીયો સોનાની બુટી અને ચેઇન ભરેલુ પાકિ બદલી લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે કિરીટભાઇ સોનીએ દેવગઢ બારિયા પોલીસ મથકે અજાણ્યા ચોર લૂંટારૂ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.દેવગઢ બારિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો