કાર્યવાહી:દેવગઢ બારિયામાં હાઈરાઈઝ બિલ્ડિંગની 11 દુકાનોને સીલ

દેવગઢ બારિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સદસ્યે અરજી કરી હતી

દેવગઢબારિયાના રાધે ગોવિંદ મંદિર સામે હાઈરાઈઝ બિલ્ડિંગની 2018ની સાલમાં કમલેશ શિવશંકર પાઠક દ્વારા બાંધકામની મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જે બાંધકામની મંજૂરીની સમય મર્યાદા એક વર્ષમાં પૂર્ણ કરવાનું હોય છે અને પૂર્ણ ન થાય તો તે બાંધકામ મંજૂરીની મુદત વધારવાની હોય છે. અને આ બાંધકામ મંજૂરી કરતા વિસંગત હોવાની ફરિયાદ પાલિકા ઉપપ્રમુખ ગૌરાંગ પંડ્યાએ કરી હતી.

ત્યારબાદ પાલિકા દ્વારા આ બાંધકામ રોકવા માટે અને નકશા મુજબનો બાંધકામ કરવા માટે 3-4 વાર નોટિસ આપી હતી. બિલ્ડર દ્વારા આ બાંધકામ ચાલુ રખાતા પાલિકા દ્વારા આ બિલ્ડીંગને સીલ માર્યું હતું. આ બિલ્ડીંગ પૂર્ણ થઈ ગઇ હોવાનું કમલેશ પાઠક દ્વારા પાલિકાને લેખિતમાં બાહેધરી આપી દક્ષાબેન નાથાણીના પ્રમુખ ના સમયગાળા જાન્યુઆરી 2021 માં પાલિકા પાસેથી આકરણી કરાવી લીધી હતી.

ત્યારબાદ સત્તા પરિવર્તન થતા ખોટી આકારણી થઈ હોવાની ફરિયાદો ઉઠતા આપણે તાત્કાલિક રદ કરી દેવઇ હતી. ત્યારબાદ વરસાદી પાણીના કોતર પાસે પ્રાથમિક શાળાની બાજુમાં આવી મોટી હાઇરાઇઝ બિલ્ડીંગ મંજૂરી પૂર્ણ થઈ ગઈ રિવાઇઝ કરી નથી. વિવિધ ફરિયાદો ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં કરી હતી. જેથી ચીફ ઓફિસર એમ.એલ વણકર તથા સ્ટાફ ભેગા મળી 11 દુકાનો સીલ કરી દીધી હતી.

નિયમ મુજબની કાર્યવાહી કરી
દેવગઢ બારીયા નગરપાલિકા જીડીસીઆર 2017 ના વિવિધ નિયમોનો ભંગ થતો હતો નોટિસ આપવા છતાં આ વિસંગત બાંધકામ દૂર કરવાના બદલે બિલ્ડર દ્વારા બહારનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. નિયમ મુજબની કાર્યવાહી કરી બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે.>એમ.એલ વણકર, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...