છોટાઉદેપુર જિલ્લાના એક ગામે સગીરા સાથે દુષ્કર્મ આચરનારને છોટાઉદેપુર સેશન્સ કોર્ટે 10 વર્ષની સખત કેદનો હુકમ કર્યો છે. સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલો ગ્રાહ્ય રાખીને છોટાઉદેપુર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.ડી.પટેલે આરોપી જયેશભાઇ જગનભાઈ રાઠવાને 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના એક પોલીસ મથકે નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ જયેશભાઇ જગનભાઈ રાઠવા મોટરસાઇકલ પરથી પડી જતા તેને હાથે ઇજા થઇ હતી. જેથી સગીરાના પિતાએ તેને ઘરે રાખેલ. ત્યારથી તે સગીરા સાથે આડા સંબંધમાં આવી ગયો હતો.
જેથી સગીરાને જયેશભાઇ જગનભાઈ રાઠવા રહે.પાણીબાર,તડલવા ફળિયા તા.કવાંટ અવાર-નવાર ધાકધમકી આપી, ખરાબ કૃત્ય કરવા માટે માંગણી કરતા સગીરાએ તેના પિતાને જણાવતા આરોપીઓ ગમે તેમ ગાળો બોલી, ગામબહાર કાઢી મૂકવા માટેની ધમકી આપી, માથાકૂટ કરતા તેમજ ફરિયાદ કર્યાના 10-15 દિવસ પહેલા પણ જયેશભાઇ જગનભાઈ રાઠવાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ બાબતે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતેનો કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સોનલબેન દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ બી.ડી.પટેલે જયેશભાઇ જગનભાઈ રાઠવાને 10 વર્ષની કેદની સજા અને ભોગ બનનારને 6 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.