કામગીરી:સંખેડા-બહાદરપુર વચ્ચે રસ્તાના ગાબડા પૂરવાનું કામ હાથ ધરાયું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ગ - મકાન વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ હાથધરવામાં આવ્યું. - Divya Bhaskar
માર્ગ - મકાન વિભાગ દ્વારા રસ્તાનું સમારકામ હાથધરવામાં આવ્યું.
  • સંખેડા ખાતેથી માર્ગ-મકાન મંત્રી રૂપિયા 35.87 કરોડના કામોનું ભૂમિપૂજન કરશે
  • માર્ગ- મકાન મંત્રી સંખેડા આવવાના હોવાથી કામગીરી કરાઈ

સંખેડા-બહાદરપુર વચ્ચે રસ્તા ઉપર પડેલા ગાબડાનું લાંબા સમયથી સમારકામ ન કરતું રોડ ખાતુ શુક્રવારે માર્ગ અને મકાન મંત્રી સંખેડા ખાતે આવવાના હોવાથી તાબડતોબ રસ્તા ઉપર પેચ વર્ક કરવાની કામગીરી હાથ ધરી હતી. સંખેડા બહાદરપુર વચ્ચે રોડ ઉપર અને જગ્યાએ ગાબડા પડેલા હતા. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બહાદરપુર સ્મશાન તરફ જવાના રસ્તા પાસે જ રોડ પર આડેધડ એક બમ્પ પણ બનેલો હતો. જેને કારણે પણ અનેક વાહનચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો.

આ રસ્તા ઉપર સમારકામ કરવા બાબતે રોડ ખાતા દ્વારા દુર્લક્ષ સેવાતુ હતું. ​​​​વાહનચાલકોને પડતી મુશ્કેલી નજર અંદાજ કરતું હતું. પણ શુક્રવારના રોજ સંખેડા ખાતે માર્ગ અને મકાન મંત્રી આવવાના હોય તાત્કાલિક યુદ્ધના ધોરણે રોડ ખાતા દ્વારા માર્ગ અને મકાન મંત્રીની ગાડીને જરાય પણ થડકો ન આવે એ રીતે તાત્કાલિક પેચ વર્કની કામગીરી શરૂ કરી દીધી છે. માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે સંખેડા સહિત અન્ય તાલુકાના 35.87 કરોડ રૂપિયાના વિકાસ લક્ષી કામોનો ભૂમિપૂજન નથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...