તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગોલાગામડી નજીક ટ્રેલરની અટફેટે આવેલી મહિલાનું મોત, સ્કૂટરસવાર કાજલબેન ઉપર ટ્રેલર ફરી વળ્યું

સંખેડા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
અકસ્માત સ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. - Divya Bhaskar
અકસ્માત સ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.
 • અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ફરાર થયો

સંખેડા તાલુકાના ગોલાગામડી નજીક એક્ટીવાને ટ્રેલરે અડફેટમાં લેતા એક્ટીવા ઉપર સવાર મહિલા પડતા તેની ઉપર ટ્રેલરના તોતિંગ પૈડા ચઢી જતા મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. ​​​​​​​ગોલાગામડી નજીક સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાના પતિની પોલીસ ફરીયાદ મુજબ મહેશભાઇ કચુભાઇ મોરે(ભોઇ) જે મૂળ સંખેડાના રહી છે. અને વડોદરા ખાતે સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે.

વરસ અગાઉ કાજલબેન સાથે તેના લગ્ન થયા હતા. તા.2 ફેબ્રુઆરીના રોજ વડોદરાથી તેઓ તથા તેની પત્ની કાજલબેન સંખેડા ખાતે એક્ટીવા ઉપર આવ્યા હતા. આજે નોકરીએ જવાનું હોવાથી સવારે એક્ટીવા લઇને વડોદરા જવા નિકળ્યા તે વખતે ગોલાગામડીથી આગળ જતા એક્ટીવા આગળ એક લાંબુ ટ્રેલર પસાર થતુ હોઇ ટ્રેલરની બાજુમાંથી તેમનું એક્ટીવા જતું હતું. ત્યારે ટ્રેલર ચાલકે ગફલતભરી રીતે અને બેફિકરાઇથી હંકારી લાવીને એક્ટીવાને હડફેટમાં લીધું હતું. જેથી ટ્રેલરના વ્હીલની ટક્કર વાગતા તે રોડ સાથે રોડની સાઇડે ફંગોળાઇ ગયેલા અને પત્નિ કાજલબેન રોડ ઉપર પડી જતાં ટ્રેલરના વ્હીલ કાજલબેન ઉપર ચઢી જતા કમરથી નીચેના ભાગનું શરીર ચગદાઇ જતા સ્થળ ઉપર જ તેણીનું મ્રુત્યું થયું હતું. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો