મોઘવારીની અસર:ગેસ અને તેલના ભાવો વધતા જમવાની થાળી 30 % મોંઘી થઈ, સંખેડા સહિત જિલ્લામાં શુભ પ્રસંગે થતા જમણવાર પણ મોંઘા બન્યા

સંખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ તેમજ રાંધણગેસના ભાવોમાં વધારો થતાં જમવાની થાળી પણ મોંઘી થઈ છે. લગ્નપ્રસંગમાં ભોજનખર્ચ વધ્યો છે. સાવ સાદું જમણ સંખેડા તાલુકામાં 6 મહિનામાં 30 ટકાથી વધુ મોંઘું થયું છે. સંખેડા તાલુકામાં હાલમાં લગ્નપ્રસંગો તેમજ અન્ય સામાજિક મેળાવવા અને સામાજિક પ્રસંગો પૂરબહારમાં ખીલેલા જોવા મળી રહ્યા છે.

દરેક પ્રસંગે ભોજન હોવું અનિવાર્ય બનેલું છે. પણ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નોંધપાત્ર વધારો થયેલો છે. સાથે સાથે કોમર્શિયલ ગેસના ભાવ પણ વધ્યા છે. તેલના ભાવો પણ વધ્યા છે. જેની સીધી જ અસર જમવાની થાળી ઉપર પડી છે. દરેક પ્રસંગે થતા ભોજન ખર્ચમાં 30 ટકાથી વધારે વધારો થયેલો છે. વિવિધ પ્રસંગોમાં ભોજન ખર્ચ વધતા સામાજિક પ્રસંગનો ખર્ચ પણ વધ્યો છે. વધી રહેલી મોંઘવારીના મારના કારણે તેની સીધી જ અસર લોકોના ખિસ્સા ઉપર પડી છે.

કોમર્શિયલ ગેસના બોટલનો ભાવ વધારો સંખેડામાં

મહિનોભાવ
ફેબ્રુઆરી 221951.5
માર્ચ 222048.5
એપ્રિલ 222306.5
મે 222408.5
મે 222399

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને તેલના ભાવ વધારાની સીધી અસર કેટરીંગ ઉપર પડી

સામાન્ય દાળભાત, શાક-રોટલીની થાળી 90 રૂપિયાની આસપાસ હતી. જે અત્યારે 120થી 130 થયા છે. અને પંજાબી શાક અને ફરસાણ અને મીઠાઈ સાથેની થાળી 140 રૂપિયા હતી. જે 170 રૂપિયે પહોંચી છે. શાકભાજી, પેટ્રોલ-ડીઝલ, ગેસ અને તેલના ભાવ વધારાની સીધી અસર કેટરિંગ ઉપર પડી છે. આ ઉપરાંત જમણવારમાં ઉપયોગી પ્લાસ્ટીકની વસ્તુના ભાવ પણ વધ્યા છે. > અનિલભાઈ કાછીયા, ચેતના કેટર્સ

​​​​​​​અમે પણ મોંઘવારીમાં પીસાઈએ છીએ
ગુજરાતી થાળી 6 મહિના પહેલા 80 રૂપિયે હતી. જે 120 રૂપિયે પહોંચી છે. ફરસાણ અને સ્વીટ સાથેની થાળી પણ મોંઘી થઈ ગઈ છે. રસોડા હવે મોંઘા થયા છે. અમે પણ મોંઘવારીમાં પીસાઈએ છીએ. > મહેન્દ્રભાઈ જોષી, જલારામ ભોજનાલય, સંખેડા

​​​​​​​ખાદ્યતેલના ભાવમાં વધારો થયો
સંખેડા તાલુકામાં ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ખાદ્યતેલના ભાવમાં ડબ્બે આશરે 300 રૂપિયા જેટલો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2500 રૂપિયા હતો. જે હાલમાં 2800 રૂપિયા થયો છે. જ્યારે સીંગતેલનો ભાવ ફેબ્રુઆરીમાં ડબ્બાના 2550 રૂપિયા હતા. જે હાલમાં 2900 રૂપિયા થયા છે.

અન્ય સમાચારો પણ છે...