તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:‘તું ગામમાં દાદાગીરી કેમ કરે છે’ કહી માર મારતાં એકનું મોત

સંખેડા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છોટાઉદેપુર જિલ્લાના પાનીબાર ગામે બનેલી ઘટના

છોટાઉદેપુર જિલ્લાના પાનીબાર ગામે ‘તું ગામમાં દાદાગીરી કેમ કરે છે? તે તારી ભુલ છે. એમ કહી લાફો માર મારતા શખ્સનું મૃત્યું થયું. મરણ જનાર શખ્શના ભત્રીજો હુમલાખોરની સામે થયો અને દુધ ભરવાની બરણી મારતા હુમલાખોર ત્યાંથી નાસી છુટ્યો હતો. આ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.કરાલી પોલીસ મથકના પાણીબાર ગામે રહેતા કિરણભાઇ ઉકેડભાઇ રાઠવા તથા તેના કાકા સાંજના સાતેક વાગ્યાના સુમારે ગામની દુધ ડેરીમાં દુધ ભરીને જતા હતા. તે વખતે ગામનો જ ભાવેશભાઇ ભંગીયાભાઇ રાઠવા ત્યાં રોડ ઉપર ઉભો હતો.

તેણે નરેશભાઇને જણાવેલ કે તું ગામમાં દાદાગીરી કેમ કરે છે. તે તારી ભુલ છે. તેમ કહેતા નરેશભાઇ જણાવેલ કે મારી શું ભુલ છે. તેમ કહેતા ભાવેશ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને નરેશભાઇને ગાલ ઉપર જોરથી એક લાફો મારી દિધો હતો. જેથી નરેશભાઇ નીચે પડી ગયા હતા. રોડ ઉપર પડેલા નરેશભાઇને ભાવેશભાઇએ માથુ પકડી પછાડેલ અને બન્ને પગના સાથળ ઉપર લાતો મારી હતી.કાકાને વધુ મારમાંથી છોડાવવા માટે ભત્રીજો વચ્ચે પડયો અને હાથમાંની સ્ટીલની બરણી ભાવેશના માથામાં મારી દીધી હતી. જેથી તે ત્યાંથી નાસી ગયો હતો.

બૂમાબૂમ કરતા બીજા માણસો આવી જતા ઇજાગ્રસ્ત નરેશભાઇને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં કલારાણી સરકારી દવાખાને લઇ જવાયા હતા. ત્યાં તેઓએ કોઇ સારવાર ન કરાવવી હોવાનું જણાવેલ અને સારવાર કરાવ્યા વિના પાછા આવ્યા હતા. સવારે ચારેક વાગ્યાના સુમારે નરેશભાઇને દુ:ખાવો થવા લાગતા છકડામાં કલારાણી દવાખાને લઇ જતા હતા. એ દરમિયાન ડેરીયા-કલારાણી વચ્ચે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ બાબતે ભત્રીજાએ ભાવેશભાઇ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો