નિગમ દ્વારા તપાસણી:માલુ ગધેર અને માલુ વડગામ વસાહતમાં ‘નલ સે જલ’ યોજના થકી ઘરણ આંગણે પાણી પહોંચ્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માલુ ગધેર અને માલુ વડગામ વસાહતમાં ‘નલ સે જલ’ યોજના થકી ઘર આંગણે પાણી પહોંચ્યું છે. - Divya Bhaskar
માલુ ગધેર અને માલુ વડગામ વસાહતમાં ‘નલ સે જલ’ યોજના થકી ઘર આંગણે પાણી પહોંચ્યું છે.
  • લાંબા સમયથી અહીં ટેન્કર રાજ ચાલતું હતું : ‘નલ સે જલ’ હેઠળ કુલ 245 નળ કનેક્શન અપાયાં

સંખેડા તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં 16 K.M. લાંબી પાણીની લાઈન મારફતે ફિલ્ટરવાળું પાણી પહોંચાડાયું હતું. નલ સે જલ યોજનામાં પાણી પહોંચાડાયું.પાણીની લાઈન ચાલુ થતાં હવે નિગમ દ્વારા તપાસણી કરી જરૂર લાગશે તો ટેન્કર બંધ કરાશે. સંખેડા તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી.

આ વસાહતોને પીવાના પાણી માટે ફરજિયાત ટેન્કર ઉપર જ આધાર રાખવો પડતો હતો. ટેન્કર દ્વારા જ આ વસાહતોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું.એક રીતે કહી શકાય તો આ વસાહતોમાં બારે માસ ટેન્કર રાજ જ ચાલતું હતું. આ બંન્ને વસાહતોમાં પીવાનું શુદ્ધ પાણી આપવા માટે સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરાયો હતો.

આ બંન્ને વસાહતોમાં પીવાનું ફિલ્ટરવાળું પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા કાર્યવાહી કરાઈ હતી.તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું લોકાર્પણ પણ કરાયું હતું.સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ માલુ ગધેર વસાહતમાં નલ સે જલ યોજનામાં 190 નળ કનેકશન અપાયા છે.અને માલુ વડગામ વસાહતમાં 55 નળ કનેક્શન અપાયા છે.

16 કિ.મી. લાંબી લાઈન દ્વારા પાણી પહોંચાડાયું
કુંડી ટપે બહાદરપુર ગામેથી ફિલ્ટરવાળું પાણી ચંદાનગર હેડવર્ક્સમાં આવે છે અને ત્યાંથી માલુ ગધેર અને માલુ વડગામ વસાહતમાં 16 કિ. મી.લાંબી લાઈન દ્વારા પાણી પહોચાડ્યું છે. માલુ ગધેર વસાહતમાં 190 અને માલુ વડગામ વસાહતમાં 55 કનેક્શન આપવામાં આવ્યા છે. જેથી પાણી ઘર સુધી પહોંચી ગયું છે. - નવીન ચૌધરી-વાસ્મો યોજના

નર્મદા નિગમ દ્વારા ચકાસણી બાદ ટેન્કર અંગે નિર્ણય કરાશે
આ વસાહતોમાં લાંબા સમયથી ટેન્કર રાજ ચાલે છે. ટેન્કરો દ્વારા આ વસાહતોમાં પાણી અપાતું હતું. પણ હવે નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડાયું છે પણ નર્મદા નિગમ દ્વારા આ અંગે ચકાસણી કરાશે. સંતોષ થશે તો ટેન્કર બંધ કરાશે. - વાંગડીયાભાઈ ભીલ, ટેન્કર કોન્ટ્રાકટર

અન્ય સમાચારો પણ છે...