ભાસ્કર વિશેષ:સંખેડાની ફાંટા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 માટે સૌથી ઓછું 21.09 ટકા મતદાન નોંધાયું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાંડોદના 2 અને રામપુરાના એક વોર્ડમાં પુરુષ મતદારોનું 100 ટકા મતદાન

સંખેડા તાલુકાની 35 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 80.64 ટકા મતદાન નોંધાયું છે. વોર્ડ વાઇઝ સૌથી ઓછુ ફાંટા વોર્ડ નંબર 6માં માત્ર 21.09 ટકા જ મતદાન નોંધાયું હતું. આ વોર્ડના મોટાભાગના મતદારો વડોદરા અને અન્ય દેશમાં રહે છે. જ્યારે સૌથી વધુ મતદાન અખત્યારપુર વોર્ડ નંબર 7માં 96.46 ટકા મતદાન થયું હતું. હાંડોડના બે અને રામપુરાના એક વોર્ડમાં પુરુષ મતદારોનું સો ટકા મતદાન થયું હતું.

તાલુકાની આનંદપુરા ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. જ્યારે સનોલી ગ્રામ પંચાયતમાં સરપંચ અને 4 સભ્ય બિનહરીફ બન્યા હતા. જેથી 35 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઇ હતી. રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ક્યાંક મતદારોની લાંબી કતારોને કારણે મોડે સુધી પણ મતદાન ચાલ્યુ હતું. દિવસ દરમિયાન કુલ 80.64 ટકા મતદાન નોંધાયું હતું.

હાંડોદ ગામે વોર્ડ નંબર એક અને પાંચમાં પુરુષ મતદારોનું સો ટકા મતદાન અને રામપુરાના વોર્ડ નંબર સાતમાં પણ પુરુષ મતદારોનું સો ટકા મતદાન થયું હતું.સરપંચ પદ સૌથી ઓછુ મતદાન વાસણા ગ્રામ પંચાયતનું માત્ર 54.25 ટકા જ મતદાન થયું હતું. વાસણામાં સમાવિષ્ટ વડદલાના ત્રણ વોર્ડમાં કોઇ ઉમેદવાર નહોતા.સરપંચની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર હતો. સરપંચની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન બોરતલાવ ગ્રામ પંચાયતનું 92.16 ટકા મતદાન હતું.

સંખેડા ગ્રામ પંચાયતમાં 8 બૂથમાં 72.34 ટકા મતદાન થયું
સંખેડા ગ્રામ પંચાયતના 14 વોર્ડની ચૂંટણી હતી. જેના માટે કુલ 8 બૂથ હતા. આ આઠેય બૂથ ઉપર થઇને 72.34 ટકા મતદાન થયું હતું. વોર્ડ નંબર એક માટે સૌથી વધુ 79.91 ટકા અને સૌથી ઓછુ વોર્ડ નંબર 7 માટે 60.80 ટકા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...