સંખેડા તાલુકાના વેજલિયા ગામના 19 વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.શનિવારે રાત્રે મહેન્દ્ર તડવીના ઘરના સૌ કોઈ જમી-પરવારીને સુઈ ગયા હતા. ત્યારે રાત્રીના આશરે બે વાગ્યાના સમયગાળા દરમ્યાન મહેન્દ્રે તેની માતાને જગાડીને કહેલ કે હુ કુદરતી હાજતે જાવ છુ તેમ કહીને તેની મોટર સાઇકલ લઇને ઘરેથી નીકળી ગયો હતો અને તેની માતા પાછા સુઇ ગઇ હતી.
સવાર સુધી મહેન્દ્ર ઘરે આવ્યો ન હતો. સવારના ઘરની સામે રહેતા દિનેશભાઇ દલસુખભાઇ તડવીએ જણાવેલ કે તમો ભાગોળે આવેલ ઉચ્છ નદીએ જાવ, માતાએ નદીએ આવેલ અને જોયેલ તો તેના છોકરાની મોટર સાયકલ પડી હતી અને મારો છોકરો ખાખરાના ઝાડની ડાળી સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાય મરણ ગયેલ હાલતમાં લટકતો હતો. આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.