ભાસ્કર વિશેષ:રૂ 13.99 કરોડના ખર્ચે વિવિધ રસ્તા, સ્લેબ ડ્રેઇન બનાવાશે

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા-બોડેલી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરાયું

સંખેડાના ધારાસભ્યએ સંખેડા બોડેલી તાલુકાના વિવિધ નવા કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું. 13.99 કરોડ રૂપિયાના ખર્ચે આ કામો થયા અને થવાના છે. આ પૈકી જે કામો પૂર્ણ થયા છે. તેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. નવા કામોનું ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

સંખેડા બોડેલી તાલુકામાં તાજેતરમાં જ નવા રસ્તા, સ્લેબ ડ્રેઇન બનાવવાને લગતા કામો મંજૂર થયા હતા. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યો કરાયા હતા. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંખેડા બોડેલી તાલુકામાં 13.99 કરોડ રૂપિયાના ખર્ચે નવા કામો મંજૂર થયા છે. જેનું ખાતમુહૂર્ત-લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું છે. જેમાં મોતીપુરા સાગવા રોડ ડામર કામ, જેસીંગપુરા એપ્રોચ રોડ, રાજપરી એપ્રોચ રોડ, બમકુઈ એપ્રોચ રોડ, ચારોલા એપ્રોચ રોડ, ભાનપુરી એપ્રોચ રોડના ખાતમુહૂર્ત કરાયા હતા.

જ્યારે નવા તૈયાર થઈ ગયેલા કામો સુર્યા અછાલી સુથાર ફળિયા રોડ રોડ, કડીલા ખેરવા ડુંગરા રોડ સાલપુરા એપ્રોચ રોડ સુધી એપ્રોચ રોડ મીઠા એપ્રોચ રોડ થઈ જતાં તેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેસિંગપુરા નિશાળ ફળિયા રોડ અને બમકુઈ એપ્રોચ રોડ સ્લેબ ડ્રેઈનના કામનું ભૂમિપૂજન કરાયું હતું. આ સિવાય ઝાબથી ઝાબ વસાહત સી.સી.રોડ અને વચ્ચે આવતા સ્લેબ ડ્રેઇનનું કામ પણ મંજુર થયું છે.

અન્ય સમાચારો પણ છે...