રજૂઆત:સંખેડાની સંકલનની બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ સંકલનની મીટીંગ યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી ઉમેશ શાહ, મામલતદાર કે.પી.પંડવાળા, ટીડીઓ ભૂમિકાબેન રાઓલ, તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ સહિતના તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

સંકલન સમિતિની મિટિંગમાં સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રતનપુર અને દેરોલી ગ્રામ પંચાયત વિસ્તારની નીલગીરીઓ કાપવા માટે બે વર્ષથી દરખાસ્ત થયેલી હોવા છતાં તેની હરાજી માટે કોઇ કાર્યવાહી થઇ નથી. જેથી સત્વરે એ અંગે કાર્યવાહી કરવા ઉપરાંત સંખેડા એપીએમસીનું હેડક્વાર્ટર સંખેડા નથી. જેથી સંખેડા ખાતે એપીએમસીનું હેડક્વાર્ટર બનાવવા માટેની દરખાસ્ત પણ છેલ્લા કેટલાક સમયથી કરાયેલી છે.જે જિલ્લા કલેકટરમાં પડેલી છે. આ અંગે ફોલોઅપ કરી સત્વરે સંખેડામાં હેડક્વાર્ટર બનાવવા માટેની મંજૂરી મળે તે માટેની રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...