ધારાસભ્યને આવેદનપત્ર:વડદલા(વા) અને કુંડી ઉંચાકલમને બોડેલીમાં સમાવવા રજૂઆત કરાઈ

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોડેલી તાલુકાના વડદલા(વા) ગામનો સંખેડા તાલુકાની વાસણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમાવેશ કરાતા વડદલા(વા)ના ગ્રામજનોમાં વ્યાપક રોષ ફાટી નિકલ્યો છે. આઠ-આઠ વરસથી તંત્ર દ્વારા તેમની ન તો અલગ ગ્રામ પંચાયત બનાવાઇ ન તો કોઇ ગ્રામ પંચાયતમાં તેમનો સમાવેશ કરાયો છે. બોડેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફેબ્રુઆરીમાં મતદાન કર્યા બાદ હવે આ ગામને બોડેલી તાલુકાના બદલે સંખેડા તાલુકામાં ગ્રમજનોને વિષ્વાસમાં લીધા કે જાણ કર્યા સિવાય મુકી દેવાતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર પ્રત્યે પણ રોષની લાગણી ફેલાઇ છે.

જેને કારણે ગારમજનો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન પણ આપવામાં આવ્યું છે. જોકે સોમવારના રોજ વડદલા(વા) અને કુંડી ઉંચાકલમાના આગેવાનો સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીને આ અંગેની રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેમના ગામોને બોડેલી તાલુકામાં જ રહેવા દેવામાં આવે અને અલગ પંચાયતમાં ભેળવે અથવા સ્વતંત્ર પંચાયત બનાવવામાં આવે. જોકે આ લોકોની રજૂઆત બાદ સંખેડા ધારાસભ્યે જિલ્લા વિકાસ અધિકારીને આ બન્ને ગ્રામજનોની રજૂઆત અંગે જાણ કરીને સત્વરે પ્રશ્ન હલ કરવા સૂચના આપી હતી. અને આ પ્રશ્ન હલ ઝડપથી થાય એ માટે જરૂર પડ્યે ગાંધીનગર વિકાસ કમિશનરને પણ રજૂઆત કરવા જવા માટે તેઓ જશે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...