તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:સંખેડામાં રજાના દિવસે પણ વેક્સિનેશનની કામગીરી કરાઈ, રવિવારે 446 વ્યક્તિઓને કોરોનાની રસી મુકવામાં આવી

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રજાના દિવસે પણ કોરોના વેકસીનેશનની કામગીરીમાં વ્યસ્ત આરોગ્ય વિભાગના કર્મચારીઓ. - Divya Bhaskar
રજાના દિવસે પણ કોરોના વેકસીનેશનની કામગીરીમાં વ્યસ્ત આરોગ્ય વિભાગના કર્મચારીઓ.
 • સંખેડા તાલુકામાં કુલ 11697 વ્યક્તિઓનું વેક્સિનેશન

સંખેડા તાલુકામાં રજાના દિવસે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના વેકસીનેશનની કામગીરીમાં જોડાયેલા રહ્યા હતા. રવિવારે રજાના દિવસે પણ 446 નાગરિકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. અત્યાર સુધી સંખેડા તાલુકામાં 11697 વ્યક્તિઓને કોરોનાની રસી મુકવામાં આવી. ગયા વર્ષ લોકડાઉન થયા બાદથી સતત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દિવસરાત સતત કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે. કોરોનાના ટેસ્ટિંગ હોય કે વેક્સિનેશનની કામગીરી હોય તમામ મોરચે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત જોડાયેલા રહે છે.

રવિવારના દિવસે તમામ સરકારી કચેરીઓ બંધ હોવા છંતા પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હોળી જેવા તહેવારના દિવસે પણ કોરોનાની રસી મુકવાની કામગીરીમાં જોડાયેલા હતા. રવિવારે પણ ​​​​​​​સંખેડા તાલુકા સહિત જિલ્લાભરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોનાની વેક્સિનેશનની કામગીરી કરી હતી. સંખેડા તાલુકામાં રવિવારે કુલ 446 વ્યક્તિઓને કોરોનાની રસી મુકાઈ હતી. આ સાથે સંખેડા તાલુકામાં અત્યાર સુધી 11697 વ્યક્તિઓને કોરોનાની રસી મુકાઈ છે.

કવાંટમાં રસીકરણ કેન્દ્ર પર બપોર બાદ આરોગ્ય કર્મીઓની ગેરહાજરી
કવાંટ ગ્રામ પંચાયત ખાતે 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવે છે. તેવી જાહેરાત કવાંટ ગ્રામ પંચાયત દ્વારા નગરમાં કરવામા આવી હતી. સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં કોરોના વાઈરસ મહામારી લોકોને સતાવી રહી છે. તેવા સમયે સરકાર દ્વારા કોરોના વેક્સિનેસન પ્રજાને મફતમા કરવામા આવી રહી છે. અત્યાર સુધી ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ કરવામાં આવતું હતું. પરંતુ આજરોજ કવાંટ ગ્રામ પંચાયત ખાતે એક બુથ ઉભું કરી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને સવારના 10થી સાંજના 5 કલાક સુધી રસી આપવામાં આવનાર હોવાની જાહેરાત કવાંટ ગ્રામ પંચાયત દ્વારા નગરમાં માઈક ફેરવી કરવામાં આવી હતી.

પરંતુ બપોરના 2 વાગ્યા બાદ આરોગ્ય કર્મચારી વેક્સિનેસન સ્થળ પર હાજર ન હતા. વેક્સિન લેવા માટે આવેલા નગરજનોને વેક્સિન લીધા વગર પાછા જવું પડ્યું હતું. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સમય બપોરના 4 કલાક સુધીનો છે. આમ આરોગ્ય કર્મચારીઓની ગંભીર બેદરકારીને કારણે નગરજનોને રસી લીધા વિના પાછા જવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો