રસીકરણ કામગીરી:સંખેડામાં એક જ રાતમાં 400 ગાયોનું લમ્પી સામે રક્ષણ આપવા વેક્સિનેશન

સંખેડા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયોનું વેક્સિનેશન થયું છે, એની ખબર પડે એટલા માટે ગાયોના શરીરે રંગથી નિશાની કરી દેવાઇ

સંખેડા ગ્રામા પંચાયત અને પશુ ચિકિત્સાલય દ્વારા સંયુક્ત રીતે સંખેડામાં માલિકિની અને રઝળતી ગાયોનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. 400 જેટલી ગાયોનું વેક્સિનેશન કરાયું હતું. ગાયોનું વેક્સિનેશન થયું છે, એની ખબર પડે એટલા માટે ગાયોના શરીરે રંગથી નિશાન કરી દેવામાં આવ.

સંખેડા ગામમાં 3 જેટલી ગાયોને શંકાસ્પદ લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળતા પંચાયત અને પશુ ચિકિત્સાલય એલર્ટ બન્યું છે. આ ત્રણ ગાયોને હાલમાં જૂની બંધ પડેલી તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આઇસોલેટ કરવામાં આવી છે. જે 3 ગાયોને લમ્પી વાઇરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. એ ત્રણે ગાયો રઝળતી હતી. જેથી આ વાઇરસ અન્ય કોઇ ગાયને લાગી ન જાય એ માટે જરુરી પગલા ભરવા માટે ગામની તમામ ગાયોનું વેક્સિનેશન હાથ ધરાયું છે.

ગામમાં બજાર રોડ,ભાગોળ વિસ્તારમાં તેમજ ગામના અન્ય વિવિધ વિસ્તારોમાં માલિકીની ગાયો અને રસ્તે રઝળતી ગાયોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. સખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઇ વસાવા અને ગ્રામ પંચાયતના અન્ય સભ્યો તેમજ સંખેડાના વેટરનરી ડો.હાર્દિક ચાવડાની ટીમ દ્વારા આ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જે ગાયોનું વેક્સિનેશન થયું છે,એની ખબર પડે એ માટે તેના શરીર ઉપર નિશાની કરાઇ છે.

સંખેડાના ડેપ્યુટી સરપંચ હિતેશ વસાવાએ જણાવ્યું હતું કે, ગામની તમામ ગાયોને લમ્પી વાઇરસ સામે રક્ષણ આપવા માટે વેક્સિનેશન કરાયું હતું. માલિકીની 280 જેટલી ગાયો અને 120 જેટલી રસ્તે રઝળતી ગાયોનું વેક્સિનેશન કરાયું છે. જેમનું વેક્સિનેશન કરાયું છે, તેમની ઉપર રંગથી નિશાની કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...