બેફામ રેતી ખનન:ઓરસંગ નદીના કિનારે નાળાનું ધોવાણ થતાં રજામાં ફરવા ગયેલા લોકો મુશ્કેલીમાં મૂકાયાં

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં ઓરસંગ નદીએ જવાના રસ્તે નાળું તૂટ્યું છે. - Divya Bhaskar
સંખેડામાં ઓરસંગ નદીએ જવાના રસ્તે નાળું તૂટ્યું છે.
  • નાળાની બાજુમાં થયેલા બેફામ રેતી ખનનને કારણે ઊંડા ખાડા પડ્યા

સંખેડા ગામે ઓરસંગ નદી તરફ જવાના રસ્તે બનેલું નાળુ ધોવાયું છે. નાળાની બાજુમાં થયેલા બેફામ રેતી ખાનને કારણે ઊંડા ખાડા પડ્યા હતા. ચોમાસામાં પડેલા વરસાદને કારણે કોતરોમાં પાણી આવી જતા તેનું પાણી આ નાળા પાસેથી પસાર થતા નાળુ ધોવાઈ ગયું હતું.

સંખેડા ગામમાંથી ઓરસંગ નદી તરફ જવાના રસ્તે ખાડા ઉપર પંચાયત દ્વારા નાળુ બનાવવામાં આવ્યું હતું. આ નાળુ બન્યા બાદ ઓરસંગ નદીના પટમાં દિવાળી દરમિયાન ફરવા જતા લોકોને સરળતા થઈ હતી. પરંતુ આ નાળાની બાજુમાં રેતી માફિયાઓ દ્વારા બેફામ રેતી ખનન કરાયું હતું.

જેને કારણે ઊંડા ખાડા થઈ ગયા હતા. ચોમાસા દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે કોતરોમાં પાણી આવ્યું હતું. આ પાણીને કારણે નાળાનું એક બાજુથી ધોવાણ થઈ ગયું હતું. નાળું ધોવાઈ જવાને કારણે દિવાળી દરમિયાન સંખેડા ગામના લોકો ઓરસંગ નદીના પટમાં ફરવા માટે ગયા ત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...