ફોર્મ પરત ખેચ્યું:સંખેડા નાગરિક બેંકની HOના 11 અને શાખાનો 1 ડિરેક્ટર બિનહરીફ

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 1 ઉમેદવારો ફોર્મ પરત ખેચ્યું

સંખેડાની ધિ સંખેડા નાગરિક સહકારી બેંક લિમિટેડની હેડ ઓફિસના 11 અને વડોદરા વાઘોડિયા રોડ શાખાનો એક ડિરેક્ટર બિન હરીફ વિજેતા બન્યા. સંખેડા ખાતે આવેલી ધી સંખેડા નાગરિક સહકારી બેંક લિ.એ સંખેડાની અને સંખેડા તાલુકાની પ્રતિષ્ઠિત સહકારી બેંક છે. આ બેંક હેડ ઓફિસના 11 ડીરેકટરો અને શાખાનો એક ડિરેક્ટર માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી.

ચૂંટણીની જાહેરાત થયા બાદ હેડ ઓફિસના ડિરેક્ટરો માટે 11 ઉમેદવારીપત્રો અને શાખામાં માત્ર એક જ ઉમેદવારીપત્ર ભરાયુ હતું. જે બાદ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાઈ અને ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધી એકે ઉમેદવારીપત્ર ખેંચાયું હતું. જેથી હેડ ઓફિસના 11 અને શાખાનો એક ડિરેક્ટર બિનહરીફ વિજેતા બન્યો હતો.

શાખાના જે ડિરેકટરો બિનહરીફ વિજેતા બન્યા એમાં સંજયભાઈ દેસાઈ, નીતિનભાઈ શાહ, કનુભાઈ દરૂ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, જનેશભાઈ પંડ્યા, ચેતનભાઈ પટેલ, ગોપાલભાઈ શાહ, અલ્કેશભાઇ શાહ, અલ્કેશભાઈ શાહ, અશોકભાઈ શાહ, રોમિકભાઈ રાણા અને શાખાના ડિરેક્ટર તરીકે પિયુષભાઈ શાહને ચૂંટણી અધિકારી અને મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ બિન હરીફ વિજેતા જાહેર કર્યા હતા. બિનહરીફ વિજેતા બનેલા તમામ ડિરેક્ટરોને સભાસદો અને ગ્રાહકો તેમજ વેપારીઓ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...