મેઘમહેર:છોટાઉદેપુરમાં 24 કલાકમા સાર્વત્રિક વરસાદ, જેતપુર પાવીમાં અઢી અને નસવાડીમાં અડધો ઇંચ વરસાદ

સંખેડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પાછલા એક દિવસમાં પડેલા સારા વરસાદને પગલે ખેતીના પાકોને જીવનદાન મળ્યું

સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ જેતપુર પાવી તાલુકામાં અઢી ઇંચ વરસાદ અને નસવાડી તાલુકામાં સૌથી ઓછો અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં એકદંરે સાર્વત્રિક વરસાદને કારણે ખેતીને જીવતદાન મળ્યું છે. ખેડૂતો મેહુલો મનમુકીને વરસે એની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.વિતેલા 24 કલાક દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખેતીને સૌથી વધારે અને સીધો લાભ થયો છે.

છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ખેંચાવાના કારણે ધરતીપુત્રો પરેશાન બન્યા હતા. વરસાદની આતુરતાપૂર્વક ધરતીપુત્રો રાહ જોઇ રહ્યા હતા. જોકે મંગળવારે બપોર બાદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ હતી અને જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘ મહેર થઇ હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલી ઉપરાંત અન્ય તાલુકાઓમાં ખેડૂતો દ્વારા રોકડીયા પાક ગણાતા કપાસનું સૌથી વધારે પ્રમાણમાં વાવેતર કરે છે.

આ સિવાય પણ સોયાબીન,શાકભાજી સહિતના પાકોની વાવણી સંખેડા સહિત સમગ્ર જિલ્લામાં થયેલી છે.આ તમામ ખેતીના પાકોને સારા વરસાદને કારણે જીવતદાન મળ્યુ છે.જોકે સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થયેલી છે. જ્યારે ઉચ્છ અને હેરણ નદીમાં આ વરસાદ બાદ પાણીની ખાસ આવક થઇ નથી.

સવારે 6 વાગ્યા સુધીના વરસાદના આંકડા

તાલુકોવરસાદ(મિ.મિ.)કુલ વરસાદટકાવારી (%)
જેતપુર પાવી6229427.63
બોડેલી5618715.34
છોટાઉદેપુર5029030.75
સંખેડા4316613.78
કવાંટ2520621.35
નસવાડી1215116.56

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...