તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘તું ડાકણી છે’ કહી મહિલાને કાકા સસરાએ તીર માર્યું

સંખેડા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
વહેલી સવારે ઘર આંગણે નહાતી મહિલા ઉપર તીરથી હુમલો કરાતા મહિલાની હથેળીની આરપાસ તીર નિકળી ગયું હતું. - Divya Bhaskar
વહેલી સવારે ઘર આંગણે નહાતી મહિલા ઉપર તીરથી હુમલો કરાતા મહિલાની હથેળીની આરપાસ તીર નિકળી ગયું હતું.
 • ટીમલા ગામે વહેલી સવારે નહાતી મહિલા પર તીરથી હુમલો
 • મહિલાની હથેળીની આરપાર તીર નીકળી ગયું

છોટાઉદેપુર જિલ્લાના ટીમલા ગામે એક મહિલા ઉપર કાકા સસરાએ તીરથી હુમલો કરતા તીર હાથની હથેળીની આરપાસ નિકળી ગયું હતું. તું મારા છોકરાને બિમાર પાડી હેરાન કરે છે. તું ડાકણી છે. તેમ કહીને તીર માર્યુ હતું. છોટાઉદેપુર જિલ્લાના ટીમલા ગામે રહેતી મંજુબેન શનિયાભાઇ છીતુભાઇ ધાણુક વહેલી સવરે આશરે 4-30 વાગ્યે નહાવા માટે ઘર આગળ આવેલ ખુલ્લા નાવણિયામાં બેસીને નહાતી હતી. તે વખતે અંધારુ હોવાથી પતિ બેટરી ચાલુ કરીને ઉભો હતો. તે દરમિયાન અચાનક તેણીના જમણા હાથના હથેળીના પંજા ઉપરના ભાગે એક તીર વાગ્યું હતું.

જેથી મહિલાએ બૂમાબૂમ કરતા તેના પતિએ તીર આવેલ તે તરફ બેટરીનો પ્રકાશ કરતા ત્યાં થોડેક દૂર તેણીના કાકા સસરા નાનજીભાઇ રાયસીંગભાઇ ધાણુક હાથમાં તીર કામઠુ લઇને આવેલ અને તેનો છોકરો મનુભાઇ નાનજીભાઇ ધાણુક પણ ઉભેલ હતો. તેમને જોઇ જતા બન્ને બાપ દિકરા કીકીયારી કરીને તું મારા છોકરાને બીમાર પાડી હેરાન કરે છે. તું ડાકણી છે. તેમ કહીને ગાળો બોલતા હતા.

બૂમાબૂમ કરતા અન્ય બધા આવી જતા નાનજીભાઇ હાથમાં તીરકામઠુ લઇને અને તેનો છોકરો મનુભાઇ ત્યાંથી તેમના ઘર તરફ ગમે તેમ ગાળો બોલતા બોલતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે છોટાઉદેપુરની ખાનગી હોસ્પીટલમાં લાવવામાં આવી હતી. અને હાથમાં વાગેલ તીર દવાખાનામાં હાથમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો