તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી તા. 10મી અને 11મી, ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લાના બહાદરપુર ગામે આવેલા ફાયરિંગ બટ વિસ્તારમાં રાજ્યકક્ષાના એડવાન્સ તાલીમ કેમ્પના હોમગાર્ડઝ તાલીમાર્થીઓની ફાયરિંગ પ્રેક્ટીસનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ ઉપર્યુકત તારીખો દરમિયાન બહાદરપુર ફાયરિંગ બટ આજુબાજુ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મળતી વિગતો અનુસાર બહાદરપુર ગામની સીમાના સર્વે નંબર 823(બ)ની જમીનમાં તથા તેની આસપાસના સર્વે નંબરની જમીનના 100 મીટર ત્રિજ્યાના ક્ષેત્રફળ વિસ્તારમાં સર્વે નંબર 823(બ)ની ચતુર્દિશા મુજબ પૂર્વે સર્વે નંબર 825ની જમીન ઓરસંગ નદીની હદમાં 100 મીટરની ત્રિજયા સુધી, પશ્ચિમે સર્વે નંબર 848, 849, 850ની જમીનની હદમાં 100 મીટરની ત્રિજ્યાના વિસ્તાર સુધી,
દક્ષિણે સર્વે નંબર 844, 845ની પડતર જમીનની હદમાં 100 મીટર ત્રિજ્યાના વિસ્તાર સુધી અને ઉત્તરે સર્વે નંબર 755, 756ની જમીનની હદમાં 100 મીટર ત્રિજ્યાના વિસ્તાર સુધી પોલીસ ખાતાના અધિકારી/કર્મચારી/તાલીમાર્થીઓ તથા પોલીસ ખાતા તરફથી ખાસ ફરજ આવેલ હોય તે વ્યક્તિઓ સિવાય કોઇએ અવર-જવર કરવી નહીં તેમજ હાજર રહેવા તથા નદીમાં હોડી હંકારવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહરેનામું તારીખ 10થી 11 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર સામે કાર્યવાહી કરાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.