તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:બહાદરપુર PHCના બે-ત્રણ Rtpcr સેમ્પલ વડોદરા મોકલવાના રહી ગયા

સંખેડા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બહાદરપુર PHCની ગંભીર બેદરકારી સામે આવી
 • સેમ્પલ મોકલવાના રહી ગયા હોવાની વાતને ડોક્ટરે બેદરકારી ન ગણાવી

બહાદરપુર પી.એચ.સી.ની ગંભીર બેદરકારી સામે આવી છે. શનિવારે કોવિડ-19ના કરાયેલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટના બે-ત્રણ વ્યક્તિના સેમ્પલ જ વડોદરા મોકલાયા નથી. જોકે અત્રેના ડોક્ટર આને બેદરકારી ગણતા નથી.

સંખેડા તાલુકામાં બહાદરપુર પી.એચ.સી.માં રેપીડ એંટીજન અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવે છે. શનિવારે અહિયા પી.એક.સી.માં કેટલાક વ્યક્તિઓ કોરોનાના ટેસ્ટ અર્થે આવ્યા હતા. જેમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયા હોય એમના સેમ્પલ વડોદરા ખાતે મોકલવાના હતા. જેનો રિપોર્ટ બીજા દિવસે એટલે કે રવિવારે આવી જાય એમ હતા.

અહિયા બહાદરપુર પી.એચ.સી.માંથી આર.ટી.પી.સી.આર. જે ટેસ્ટ થયા એ તમામના સેમ્પ્લ મોકલાયા નહોતા. બે-થી ત્રણ વ્યક્તિઓના સેમ્પલ બહાદરપુર પી.એચ.સી.માં જ મુકી રખાયા હતા. રવિવારે જ્યારે સેમ્પલનો રિપોર્ટ ન આવ્યો ત્યારે બહાદરપુર પી.એચ.સી.ના ડો. પ્રનવ ઉપાધ્યાયનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ‘બે ત્રણ સેમ્પલ મોકલવાના રહી ગયા છે. રહી ગયા હોય કામનું ભારણ હોય એક બાજુ વેક્સિનેશન ચાલે આ ચાલે બીજુ રૂટીન કામગીરી ચાલે. રવિવારે સવારે વહેલા ગોત્રીમાં જતા રહેશે. બેદરકારી ના કહેવાય. બેદરકારી વસ્તુ અલગ છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો