તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કડાછલા નજીકથી 1.79 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કવાંટ તરફથી કાળા રંગની ગાડીમાં દારૂ આવવાની બાતમી મળી
 • મધ્યપ્રદેશના ઝીંજણાથી હાલોલ દારૂ લઇ જવાતો હતો

કડાછલા ગામ નજીકથી છોટાઉદેપુર એલ.સી.બી. પોલીસે 179700 રૂપિયાનો દારૂ સાથે 3,06,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા. એક પરપ્રાંતીય શખસને વોન્ટેડ જાહેર કરાયો જ્યારે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલિરાજપુરથી હાલોલ લઇ જવાતો હતો એ વખતે ઝડપાયો હતો.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર છોટાઉદેપુર એલ.સી.બી.ને બાતમી મળી હતી કે કવાંટ તરફથી એક કાળા રંગની ઇંડિગો ગાડીમાં દારૂ બોડેલી તરફ આવે છે. આ બાતમી આધારે પોલીસ કડાછલા ગામે બસ સ્ટેશન નજીક હાઇવે રોડની બાજુમાં વોચમાં હતી. એ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને ઉભી રખાવી તેમાં બેઠેલા શખ્શોને પકડી પાડીને તેમના નામઠામ પૂછતા ચાલકે તેનું નામ કલ્પેશભાઇ ખીમાભાઇ પરમાર રહે,મેસરિયા, તા.વાંકાનેર, જી.મોરબી તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવેલો અને બાજુમાં બેઠેલા શખ્શનું નામ દલસુખભાઇ મનજીભાઇ માથાસુરીયા રહે.ચોરવિરા, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર હતું.

તેની પાસેથી પણ એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ગાડીની ડેકીમાં જોતા પોલીસને દારૂ મળી આવ્યો હતો. આ દારૂ ક્યાંથી લાવેલા અને કોને આપવાનો છે. એ બાબતે પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂ મધ્યપ્રદેશના ઝીંજણા ગામેથી સુનિલભાઇ મહેતાભાઇ વાસ્કલે પાસેથી લાવેલા અને હાલોલ પહોંચાડવાનો હતો. આ ઝડપાયેલા દારૂની કિમત રૂપિયા 1,79,700, કારની કિંમત રૂા1,20,000 તેમજ બે મોબાઇલ ફોન રૂા.4000 અને રોકડા રૂા.2700 મળીને કુલ રૂા.3,06,400નો મુદ્દામાલ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો