હાલાકી:કંટેશ્વર નજીક ઢાઢર નદીમાં પાણી આવતાં કોઝ વે ઉપર બે મીટર પાણી ફરી વળ્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કંટેશ્વર પાસે ઢાઢર નદીમાં પાણી આવતા કોઝ વે ઉપર બે મીટર પાણી ફરી વળ્યું. - Divya Bhaskar
કંટેશ્વર પાસે ઢાઢર નદીમાં પાણી આવતા કોઝ વે ઉપર બે મીટર પાણી ફરી વળ્યું.
  • દૂધ ભરવા જવા પશુપાલકોને પડતી હાલાકી
  • સ્થાનિકો દ્વારા વર્ષોથી ઊંચો પુલ બનાવવા કરાઈ રહેલી માગ

સંખેડા તાલુકાના કાળી તલાવડી-કંટેશ્વર વચ્ચેથી ઢાઢર નદી પસાર થાય છે. ઢાઢર નદીના સ્ત્રાવ વિસ્તારમાં સારો વરસાદ થતા ઢાઢર નદી બે કાંઠે થઇ છે. શુક્રવારે સાંજથી જ આ નદીમાં પાણી આવી જતા કાળી તલાવડી-કંટેશ્વર ગામ વચ્ચે અવર-જવર બંધ થઇ હતી. કોઝ વે ઉપર બે મિટરથી વધારે પાણી વહેવા લાગ્યું હતું. જોકે કંટેશ્વરના લોકોને અવર-જવર માટે કસુંબિયા તરફનો રસ્તો છે.

પણ કાળી તલાવડી અને કંટેશ્વર વચ્ચેનો સંપર્ક જ્યાં સુધી કોઝ વે પરથી પાણી ઉતરી ના જાય ત્યાં સુધી એ રસ્તે અવર-જવર બંધ રહે છે. જેના કારણે કાળી તલાવડી અને કંટેશ્વરના પશુપાલકો દૂધ ભરવા માટે કંટેશ્વર ગામે જઇ શકતા નથી.શુક્રવારે સાંજે અને શનિવારે સવારે દૂધ ન જઇ શકતા પશુપાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોવાનું કંટેશ્વર દૂધ મંડળીના પ્રમુખ ચંદ્રકાંતભાઇ પટેલે જણાવ્યું હતું.

ચોમાસામાં પડતી આ મુશ્કેલી દૂર કરવા માટે કોઝ વેની જગ્યાએ ઉંચો પુલ બનાવવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલી દૂર થાય એમ છે. વર્ષોથી સ્થાનિકો અહિંયા પુલ બનાવવાની માગ કરી રહ્યા છે. તંત્ર ક્યારે આ લોકોની આ સમસ્યા દૂર કરશે એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...