તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જેતપુર પાવી ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે પરપ્રાંતીયો ઝડપાયા

સંખેડા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
જેતપુર પાવી ગરનાળા પાસે બે પરપ્રાંતીયો દારૂ અને મુદામાલ સાથે ઝડપાયા હતા. - Divya Bhaskar
જેતપુર પાવી ગરનાળા પાસે બે પરપ્રાંતીયો દારૂ અને મુદામાલ સાથે ઝડપાયા હતા.
 • પોલીસે કુલ રૂા.1,47,150નો મુદ્દામાલ જપ્ત કર્યો

ડીવાયએસપી એ.વી. કાટકડને અંગત બાતમી મળી હતી કે, એક લાલ કલરની અલ્ટો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને છોટાઉદેપુરથી બોડેલી તરફ આવે છે. જેથી ચોકકસ હકિકત આધારે તેજગઢ રેલ્વે ફાટક પાસે વોચમાં હતા. થોડી વારમાં બાતમી હકિકતમાં જણાવ્યા મુજબની કાર સામેથી આવતા તેને કોર્ડન કરી ઉભી રાખવા ઇસારો કરતા તે ઉભી રહી ન હતી.

જેથી ગાડીનો પીછો કરતા જેતપુર પાવી ગરનાળા પાસે કોર્ડન કરી બે શખ્સો હતીયાભાઇ કેન્દુભાઇ વારાકેલા રહે. હરદાસપુર તા. બોઝાર્દ જિ.અલીરાજપુર અને ચંદુભાઇ જુગડભાઇ મહેડા રહે. એકધડી કોટવાડીયા ફળીયું તા. બોઝાર્દ જિ.અલીરાજપુરને ઝડપી કાઢ્યા હતા. તેમની પાસેથી બોટલ નંગ 86 કિ.રૂા. 40,850, મોબાઇલ 2 કુલ કિ.રૂા. 4 હજાર, અંગ ઝડતીમાંથી કુલ રૂા. 2,300 અને અલ્ટો ગાડીની કિ.રૂા. 1 લાખ મળી કુલ 1,47,150નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો