સંખેડા તાલુકાના લોટીયા ચોક્ડી અને પાનિયા વસાહત વચ્ચે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બાઈકને ટક્કર મારી ખાનગી બસ ચાલક બસ લઇને નાસી છૂટ્યો હતો. બાઈક ઉપર સવાર કસુંબિયા ગામના બન્ને શખ્સો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સંખેડા અને પછી એસ.એસ.જી. હોસ્પિટલમાં લઇ જવાયા હતા. રાંધણછઠ હોઇ આ બન્ને શખ્સો સંખેડા અને ત્યાંથી છુછાપુરા થઇને આવતા હતા ત્યારે અકસ્માત થયો હતો.
સંખેડા તાલુકાના કસુંબિયા ગામના વિજયભાઇ રમેશભાઇ તડવી અને અશ્વિનભાઇ રાજુભાઇ તડવી રાંધણછઠનો તહેવાર હોઇ બન્ને જણા કસુંબિયાથી ગામેથી સંખેડા આવેલા અને સંખેડાથી કામ અર્થે છુછાપુરા ગયા હતા. છુછાપુરાથી કસુંબિયા પરત આવતા હતા તે વખતે બોડેલી તરફથી લક્ઝરી બસનો ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને બાઈકને અડફેટમાં લીધી હતી.
અકસ્માત કરીને લક્ઝરી બસ લઇને નાસી છૂટ્યો હતો. થોડીવારમાં 108 ઈમરજન્સી સર્વીસની એમ્બ્યુલંસ આવતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અકસ્માતમાં કોને શું ઇજા થઇ હતી?
વિજયભાઇ રમેશભાઇ તડવીને જમણા હાથના કાંડા ઉપર વાગી ફ્રેક્ચર થયું હતું. તથા જમણી બાજુ મોઢા ઉપર તથા જમણા હાથે અને પગ ઉપર પડવાથી છોલાઇ જતા લોહી નિકળ્યું હતું. જ્યારે અશ્વિનભાઇ રાજુભાઇ તડવીને માથાના મધ્ય બ્ભાગમાં વાગી ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના સ્થળે તેમને બોલાવી જોતા બોલતા નહોતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.