તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:સંખેડા સેવાસદનમાં ઇ-સ્ટેમ્પ ન મળતાં અરજદારો પરેશાન

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સંખેડા સેવાસદનમાં ઇ સ્ટેમ્પ ખરીદવા હાડમારી ભોગવતા અરજદારો. - Divya Bhaskar
સંખેડા સેવાસદનમાં ઇ સ્ટેમ્પ ખરીદવા હાડમારી ભોગવતા અરજદારો.
 • કનેક્ટિવિટી નિયમિત જાળવવા માટે તંત્ર કામગીરી કરે એ ઇચ્છનીય બન્યું
 • સેવાસદન બંધ પણ ખાનગી સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં ઇ-સ્ટેમ્પ આસાનીથી મળતા હતા

સંખેડા ખાતે તાલુકા સેવાસદનમાં ઇ-સ્ટેમિપિંગ બંધ રહેતા અનેક અરજદારો પરેશાન બન્યા હતા. આત્મનિર્ભર યોજના માટે સોગંદનામાની જરૂર પડે છે. જોકે સેવાસદન બંધ હતું પણ ખાનગી સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં ઇ-સ્ટેમ્પ મળતા હતા. આત્મનિર્ભર યોજનામાં અન્ય જિલ્લામાં જતા અનુસુચિત જનજાતીના બાંધકામ શ્રમિકો અને ખેતમજૂરોને આત્મનિર્ભર યોજના અંતર્ગત આવાસ સબસીડી મળવાની છે. એના માટે લાભાર્થીઓ દોડાદોડી કરી રહ્યા છે.

આના માટે સોગંદનામું જરૂરી છે. જેથી સંખેડા તાલુકા સેવાસદનમાં અનેક લાભાર્થીઓ સંખેડા તાલુકા સેવાસદન ખાતે ઇ-સ્ટેમ્પ ખરીદવા માટે આવ્યા હતા. પણ બપોર બાદ અત્રે ઇ-સ્ટેમ્પને લગતી કનેક્ટીવિટી ખોરવાઇ હોવાના કારણે ઈ-સ્ટેમ્પ નીકળી શક્યા નહોતા એવું અત્રેના ફરજ પરના કર્મચારી જણાવતા હતા. જેના કારણે અનેક અરજદારો પરેશાન બન્યા હતા. જોકે અત્રે કેટલાક લાભાર્થીઓ તેમજ ઉપસ્થિત લોકોમાં ચર્ચા ઉઠી હતી કે બહાર ખાનગી સ્ટેમ્પ વેંડરો પાસે ઇ-સ્ટેમ્પ મળે છે. રોજે રોજ મોટી સંખ્યામાં અરજદારો સ્ટેમ્પ લેવા માટે આવતા હોઇ તેઓને સરળતા ઇ-સ્ટેમ્પ અત્રેથી મળી રહે એ માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય એ ઇચ્છનિય બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો