વૃક્ષોનું છેદન:બહાદરપુર કન્યા છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી વૃક્ષો કપાયા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બહાદરપુર ગામે કસ્તુરબા કન્યા છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી પરવાનગી વગર વૃક્ષો કાપવામાં આવ્યા. - Divya Bhaskar
બહાદરપુર ગામે કસ્તુરબા કન્યા છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી પરવાનગી વગર વૃક્ષો કાપવામાં આવ્યા.
  • જંગલખાતાના અધિકારીઓને જાણ કરાઈ છતા કોઈ કાર્યવાહી નહીં
  • ગૃહમાતાએ મંડળના પ્રમુખને લખેલ પત્ર લઈને લાકડાની હેરફેર કરાઈ

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે આવેલ કસ્તુરબા કન્યા છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી તંત્રની કોઇ પણ જાતની મંજૂરી વિના લીલાછમ વૃક્ષોનું છેદન કરાયું હતું. આ બાબતે સામાજિક વનીકરણ તેમજ નોર્મલ ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરાઇ હોવા છતા કોઈ કાર્યવાહી નહીં કરાઈ. સંખેડા તાલુકાના બહાદરપુર ગામે રેલવે ફાટક નજીક કસ્તુરબા કન્યા છાત્રાલય આવેલું છે. આ કસ્તુરબા કન્યા છાત્રાલય વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ વડોદરા દ્વારા સંચાલિત છે. છાત્રાલયના કમ્પાઉન્ડમાં આવેલા લીલાછમ વૃક્ષોનું છેદન થયું છે.

અત્રે વૃક્ષો કપાયા બાદ તેનું લાકડા ભરતાં ટેમ્પાના સાથે આવેલા શખ્સોને આ વૃક્ષો કાપવા બાબતે મંજૂરીનું પૂછતા તેમણે અત્રેની ગૃહમાતાએ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવામંડળને ઉદ્દેશીને લખેલ પત્ર આપ્યો હતો. જેમાં લીમડો, આસોપાલવ, ખાટી આંબલી, જામ્બુડો, આંબો, મીઠી આંબલી, ગુંદો, સમળી વિગેરે વૃક્ષો તેમણે કપાવેલા હોવાની જાણ કરતો પત્ર બતાડ્યો હતો.

કોઈ સરકારી વિભાગની મંજૂરી લેવાઈ નહોતી. જેથી આ બાબતે સામાજિક વનીકરણ તેમજ નોર્મલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં ઝાડ કાપી શકાય નહીં. જોકે આ બાબતે જંગલખાતા દ્વારા ન તો છાત્રાલય જઈને કોઈ કાર્યવાહી કરાઈ કે ન તો રસ્તા ઉપરથી લાકડા ભરેલ ટેમ્પો પકડવા કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...