તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિટ ડાયવર્ટ:કોસીન્દ્રા-ચીખોદ્રા વચ્ચે હેરણ નદી પર ચાલતા પુલની કામગીરીને લઈ ટ્રાફિક ડાયવર્ટ કરાયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો હાઈવે સુધી પહોચી શકે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા પણ કરવામાં આવી
  • જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અમલ 28 જુલાઈ સુધી રહેશે

કોસીન્દ્રા-ભાખા રોડ પરના કોસીન્દ્રા અને ચીખોદ્રા ગામ વચ્ચેથી પાસર થતી હેરણ નદી પર પુલની કામગીરી પ્રગતિમાં છે. સદર પુલની બાજુમાં અવર જવર માટે કામચલાઉ ડાયવર્જન પાઇપ નાંખી શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસાની ગતિવિધિ શરૂ થયેલ હોઇ નદીમાં બનાવેલ ડાયવર્ઝન પર વાહન વ્યવહાર હિતાવહ નથી. ચોમાસા દરમિયાન સંભવિત પુર તેમજ નદીના પાણીના પ્રવાહને કારણે અકસ્માતમાં કોઇ જાનહાનિ ન થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી ટ્રાફિટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર કવાંટ રોડથી ભાખા ભીલવાણિયા થઇ ચલામલી ત્રણ રસ્તા પર થઇ સાલપુરથી રાજવાસણા, રાજબોડેલી કોસિન્દ્રાથી બોડેલી-નસવાડી હાઇ-વે પર નીકળી શકાશે. બોડેલી–નસવાડી હાઇ-વે પર કોસિન્દ્રા થઇ ટી.વી હાઇસ્કૂલની ડાબી બાજુનો રોડ થઇ રાજબોડેલી રાજવાસણા થઇ ભીલવાણિયા ભાખા થઇ કવાંટ તરફ નીકળી શકાશે. તથા ચલામલી તરફ નિકળી શકાશે. બોડેલીથી નસવાડી હાઇ-વે પર કોસીન્દ્રા થઇ ટી.વી. હાઇસ્કુલની ડાબી બાજુનો રોડ થઇ રાજબોડેલી નર્મદા મેઇન કેનાલ ચીખોદ્રા, નવાગામ, કાળીડોળી, કાશિપુરા નિકળી શકાય છે. રાજવાસણ, ભીલવાણિયા, ખાભા થઇ કવાંટ તરફ નીકળી શકાય છે. તથા ચલામલી તરફ પણ નિકળી શકાય છે. આ હુકમ તા. 29 જૂનથી 28 જુલાઈ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક નિવાસી કલેકટર, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...