ભાસ્કર વિશેષ:સંખેડામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે વેપારીઓને સૂચના અપાઈ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સંખેડા ગ્રામ પંચાયત અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા રેલી યોજાઈ હતી. - Divya Bhaskar
સંખેડા ગ્રામ પંચાયત અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા રેલી યોજાઈ હતી.
  • વાહનવ્યવહારને નડતરરૂપ દબાણો દૂર કરવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ

સંખેડા તાલુકાની તાજેતરમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં સંખેડામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા માટે તેમજ વાહન વ્યવહારને અડચણરૂપ હોય તેવા દબાણો દૂર કરવા માટેની સૂચના અપાઈ હતી. જે અન્વયે સોમવારે સંખેડા ગામની ભાગોળેથી સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ વસાવા, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના કર્મચારીઓ ઉપરાંત સંખેડા મામલતદાર વિજયભાઈ શાહ, તાલુકા વિકાસ અધિકારી ભૂમિકાબેન રાઓલ, પીએસઆઇ એ.આર. ડામોર તેમજ તેમના સ્ટાફ આ રેલીમાં જોડાયા હતા.

સંખેડા ગામની ભાગોળેથી નીકળેલી આ રેલીમાં ઉપસ્થિત સૌ કોઈ અધિકારીઓએ વેપારીઓને વાહન વ્યવહારને અસર હોય તેવા દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપી હતી. તેમજ પ્રદૂષણ ફેલાવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા માટે વેપારીઓને સૂચના આપી હતી. જોકે આ બાદ હજુ આ રીતે જ આ અધિકારીઓ દ્વારા અવાર-નવાર ચેકિંગ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...