સુવિધા:પ્રતાપનગર-છોટાઉદેપુર વચ્ચે ટ્રેનનો ત્રીજો ફેરો શરૂ કરાયો, બહાદરપુર સ્ટેશને ટ્રેનની માત્ર 2 જ ટિકિટ વેચાઈ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતાપનગર-છોટાઉદેપુર વચ્ચે ટ્રેનનો ત્રીજો ફેરો શરૂ થયો છે - Divya Bhaskar
પ્રતાપનગર-છોટાઉદેપુર વચ્ચે ટ્રેનનો ત્રીજો ફેરો શરૂ થયો છે
  • ટ્રેન 35 મિનિટ મોડી પડતાં મુસાફરે પ્લેટફોર્મના બાંકડા ઉપર ઉંઘ ખેંચી કાઢી

પ્રતાપનગરથી છોટાઉદેપુરને જોડતી ટ્રેનનો ત્રીજો ફેરો શરૂ થયો છે. જોકે ત્રીજા પહેરવામાં ટ્રેન 35 મિનિટ મોડી બહાદરપુર રેલવે સ્ટેશને આવી અત્રે માત્ર બે જ મુસાફરો ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં પણ આંગળીના વેઢે ગણાય એટલાં જ મુસાફરો જોવા મળ્યા હતા. ટ્રેન મોડી પડતા મુસાફરે પ્લેટફોર્મના બાંકડા ઉપર ઉંઘ ખેંચી હતી.કોરોનાના કારણે 21 મહિના બાદ પ્રતાપનગર-છોટાઉદેપુર વચ્ચે ટ્રેન સેવા 14 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી.

પહેલા દિવસે ટ્રેન 35 મિનિટ લેટ પડતા મુસાફરે પ્લેટફોર્મના બાકડા પર ઉંઘ ખેંચી કાઢી હતી.
પહેલા દિવસે ટ્રેન 35 મિનિટ લેટ પડતા મુસાફરે પ્લેટફોર્મના બાકડા પર ઉંઘ ખેંચી કાઢી હતી.

જોકે કોરોનાના કારણે ટ્રેન બંધ થઈ તે વખતે પ્રતાપનગર-છોટાઉદેપુર વચ્ચે ટ્રેનના 4 ફેરા ચાલતા હતા. પણ 14 ફેબ્રુઆરીના દિવસે ટ્રેન શરૂ થઈ. પણ બે ફેરા જ ચાલુ થયા હતા. ટ્રેન શરૂ તો થઈ પણ વધેલા ટ્રેનના ભાડાને કારણે મુસાફરોને ટ્રેન મુસાફરી મોંઘી લાગી રહી છે. અગાઉ મિનિમમ ભાડું 10 રૂપિયા હતું. જે વધીને 30 રૂપિયા થયું છે.ટ્રેનના બે ફેરા શરૂ થયાના બરાબર બે મહિના બાદ રેલવે વિભાગ દ્વારા પ્રતાપનગરથી છોટાઉદેપુર વચ્ચે વધુ એક ટ્રેનનો ફેરો શરૂ કરવામાં આવ્યો છે.

આ ટ્રેન બહાદરપુર રેલવે સ્ટેશને 1:48 વાગે આવવાની હતી. પરંતુ 2:23 મિનિટે આ ટ્રેન બહાદરપુર સ્ટેશને આવી હતી. ટ્રેનનો શરૂ થયેલો ગુરુવારે પહેલો જ ત્રીજો ફેરામાં ટ્રેન 35 મિનિટ જેટલી મોડી આવી હતી. ટ્રેન મોડી પડતાં ટ્રેનની રાહ જોતા મુસાફરો પૈકી એક મુસાફરે તો પ્લેટફોર્મ ઉપરના બાંકડા ઉપર ઊંઘ ખેંચી લીધી હતી. બહાદરપુર રેલવે સ્ટેશનથી માત્ર બે જ ટિકિટો વેચાઈ હતી.

આલીરાજપુર સુધી ટ્રેન શરૂ કરવા માગ
પ્રતાપનગર છોટાઉદેપુર વચ્ચે ટ્રેનના 3 ફેરા શરૂ થયા છે. કોરોના અગાઉ પ્રતાપનગરથી છોટાઉદેપુર અને આગળ અલીરાજપુર સુધી ટ્રેન ચાલતી હતી. પરંતુ કોરોનાને કારણે ટ્રેન સુવિધા બંધ થયા બાદ પ્રતાપનગરથી છોટાઉદેપુર સુધી ટ્રેન ચાલુ થઈ છે. પણ હજી સુધી અલીરાજપુર સુધી ટ્રેન ચાલુ થઈ નથી. જેથી આ ટ્રેન શરૂ કરવા માટે મુસાફર આલમ માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...