કાર્યવાહી:બહાદરપુરમાં મોબાઇલ શોપમાં થયેલી ચોરીનો પર્દાફાશ, 3 ઝબ્બે

સંખેડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોટિયા ચોકડી પાસેથી 3 બાળ કિશોરને રૂ. 63230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બહાદરપુર ગામે નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં છોટાઉદેપુર એલસીબીએ ઉકેલ્યો હતો. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ 3 બાળકિશોરો સાથે ચોરીમાં ગયેલ રૂ. 63,230નો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરી હતી.

એચ.એચ. રાઉલજી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સંખેડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હકીકત મળેલ કે, બહાદરપુર ગામે એક મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીના મુદ્દામાલ સાથે એક સફેદ કલરનો મીણીયા થેલો લઇને ત્રણ બાળ કિશોર ઉભેલા છે. તેઓ આ ચોરીનો મુદામાલ વેચવા જનાર છે. તેઓ હાલ લોટીયા ચોકડી રોડ ઉપર ઉભા હોવાની હકીકતના આધારે સદર જગ્યા ઉપર જઇ જોતાં વર્ણન મુજબના 3 કિશોરોને કોર્ડન કરી ચોરીના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.

ઘરફોડ ચોરીના ગુના બાબતે પૂછપરછ કરતાં ત્રણેય કિશોરોએ સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ચોરીનો મુદામાલ રીકવર કર્યો છે. પકડાયેલ ત્રણેય કિશોરોની અટક કરી આગળની કાર્યવાહી અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.

પોલીસે કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં મોબાઇલ-11 કિં. ~33900, ઇયર ફોન નંગ-57 કિં.~3550, કાર ચાર્જર-11 કિં. ~1650 , પાવર બેંક-7 ~5100, હેડ ફોન-2 ~1200, એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની બેટરી-41 કિ.~9330, મોબાઇલ ચાર્જર-40 કિ.~6000, સ્માર્ટ વોચ-1 ~2000, સ્પીકર-2 કિ.~500 મળી કુલ ~63230નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...