રોષ:ભિલોડીયા માઇનોર કેનાલના સાઇફન પાસે ભંગાણ થયું

સંખેડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગોળ વિસ્તારમાં પાણી ફરી વળ્યું
  • ​​​​​​​સમારકામ બાબતે કોઇ કાર્યવાહી કરાઈ નથી

સંખેડા તાલુકાના રામપુરા ગામની ભાગોળમાં ભિલોડીયા માઇનોર કેનાલના સાઇફન પાસે ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હતો. સમારકામ બાબતે કોઇ કાર્યવાહી ન થતાં ભાગોળ વિસ્તારમાં પાણી-પાણી. બીજા સામેના છેડાના સાઇફનમાંથી પણ પાણીનું લીકેજ ચાલુ. સંખેડા તાલુકાના છેવાડે આવેલા રામપુરા ગામની ભાગોળમાંથી ભિલોડીયા માઇનોર કેનાલ પસાર થાય છે.

આ કેનાલનું એક બાજુનું સાઇફનમાં ભંગાણ થતા મોટી માત્રામાં પાણી વેડફાઇ રહ્યું છે. ગતરાત્રેતો ખુબ જ માત્રામાં પાણી વેડફાઇને રસ્તા ઉપર ચારેય બાજુએ પાણી પાણી થયું હતું. સવારે પણ રસ્તા ઉપર કિચ્ચડનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ પણ અહિયા ભંગાણ થયુ હશે.એ વખતે યોગ્ય રીતે સમારકામ ન થયું હોય એમ અહિયા જ્યાંથી પાણી નિકળી રહ્યું છે.

ત્યાં સિમેન્ટની થેલી ગોઠવેલી જોવા મળતી હતી. આ સાઇફનની સામેની બાજુએ બીજુ સાઇફન પણ આવેલું છે.એ સાઇફન માંથી પણ પાણી સતત લીક થઇ રહ્યું છે. પાણીનો વેડફાટ સતત ચાઉ હોવા છંતા પણ નર્મદા કેનાલના સત્તાધીશો દ્વારા કોઇ જ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...